Breaking News : ભારતીય રેલવેની મોટી સિદ્ધિ, અમદાવાદમાં પ્રથમ LNG–ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનો પ્રારંભ, જુઓ Photos

ભારતીય રેલવેએ અમદાવાદ ખાતે તેની પ્રથમ LNG ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું સફળ સંચાલન કર્યું છે. આ પહેલ પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-પ્રભાવી રેલ સંચાલન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

| Updated on: Jan 30, 2026 | 7:55 PM
1 / 6
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે 30 જાન્યુઆરી, 2026 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD), સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)–ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું નિરીક્ષણ કર્યું. આ અવસરે તેમણે મીડિયા સાથે વાતચીત કરી અને ટ્રેનની નવીન પહેલ અંગે વિગતવાર માહિતી આપી.

2 / 6
ભારતીય રેલવે એ પર્યાવરણને અનુકૂળ, સ્વચ્છ અને ખર્ચ-પ્રભાવી રેલ સંચાલન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા પ્રથમ વખત ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (DEMU)ની ડ્રાઇવિંગ પાવર કાર (DPC)માં LNG આધારિત ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે.

3 / 6
આ યોજનાના અંતર્ગત 1400 એચપીની બે DEMU DPCને ડીઝલ અને LNG ડ્યુઅલ ફ્યુઅલમાં પરિવર્તિત કરવામાં આવી છે. નવા સેટઅપમાં લગભગ 40% ડીઝલના સ્થાને LNGનો ઉપયોગ થાય છે. બંને પરિવર્તિત DPC પર 2000 કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ થયું છે અને હાલ નિયમિત યાત્રી સેવામાં કોઈ તકલીફ વિના ચલાવવામાં આવી રહી છે.

4 / 6
LNG ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી હેઠળ અનેક લાભો છે. પર્યાવરણીય લાભોમાં એન્જિનમાંથી નીકળતા પ્રદૂષક જેમ કે કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx) અને પાર્ટિક્યુલેટ મેટરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ રીતે રેલવે માર્ગની આસપાસ હવાના ગુણવત્તામાં સુધારો થાય છે અને રાષ્ટ્રીય પર્યાવરણીય લક્ષ્યોની પૂર્ણતા માટે સહાય મળે છે.

5 / 6
આ ઉપરાંત, આ પ્રણાલી દ્વારા પરિચલાન ખર્ચમાં પણ ઘટાડો થાય છે. LNG ડીઝલની તુલનામાં સસ્તું હોવાથી, એક DPC દ્વારા અંદાજે ₹11.9 લાખ પ્રતિ વર્ષ અને એક 8-કોચ DEMU રેક (2 DPC) માટે લગભગ ₹23.9 લાખ પ્રતિ વર્ષ સુધી બચત શક્ય છે. ડ્યુઅલ ફ્યુઅલ એન્જિન ઇંધણની ઉપલબ્ધતા મુજબ LNG અને ડીઝલ વચ્ચે સરળ સ્વિચિંગ કરે છે, જેના કારણે સેવામાં કોઈ વિક્ષેપ નથી.

6 / 6
ડિઝાઇન અનુસાર, દરેક DPCમાં 2200 લીટર ક્ષમતા ધરાવતી LNG ટેંક સ્થાપિત કરવામાં આવી છે, જે 222 કિલોમીટરના દૈનિક સંચાલન માટે પૂરતી છે. આરડીએસઓ દ્વારા ઉત્સર્જન પરીક્ષણો અને અંતિમ સ્વીકૃતિ બાદ આ ટેક્નોલોજીનો વિસ્તાર કરવામાં આવશે. આગામી તબક્કામાં વધુ 8 DEMU DPCને ડ્યુઅલ ફ્યુઅલમાં પરિવર્તિત કરવાનો આયોજન છે, જે ભારતીય રેલવેની સ્વચ્છ ઊર્જા, ઓછા કાર્બન ઉત્સર્જન અને કિફાયતી સંચાલન પ્રતિબદ્ધતા વધારે મજબૂત બનાવશે.

Published On - 7:53 pm, Fri, 30 January 26