
રેલવે સ્ટેશન પર પીળા રંગનું બોર્ડ લગાવવા પાછળનું મુખ્ય કારણ મુસાફરો અને ટ્રેનના લોકો પાઇલટની સુવિધા છે. પીળો રંગ દૂરથી પણ સરળતાથી નજરે પડે છે. જેના કારણે ટ્રેનના લોકો પાઇલટને સ્ટેશનની ઓળખ કરવામાં મદદ મળે છે. (Image Source | Google)

પીળો રંગ વધુ પ્રકાશ પરાવર્તિત કરે છે. તેથી દિવસના અજવાળામાં તેની સ્પષ્ટતા સારી રહે છે. આ ઉપરાંત, અન્ય ઘણા રંગોની સરખામણીમાં પીળો રંગ દૂરથી ઝડપથી ધ્યાન ખેંચે છે. (Image Source | Google)

રેલવે સ્ટેશનના બોર્ડ પર કાળા રંગથી નામ લખવામાં આવે છે. કારણ કે પીળી પૃષ્ઠભૂમિ પર કાળા અક્ષરો સ્પષ્ટ રીતે દેખાય છે. આ રંગોનું સંયોજન વાંચવામાં સરળતા આપે છે અને દૂરથી પણ સ્ટેશનનું નામ ઓળખી શકાય છે. (Image Source | Google)

રાત્રિના સમયે પણ સ્ટેશનના બોર્ડને ઓળખવામાં પીળો રંગ મદદરૂપ બને છે. સ્ટેશન પરની લાઇટના પ્રકાશમાં પીળી પૃષ્ઠભૂમિ અને કાળા અક્ષરોનું કોન્ટ્રાસ્ટ નામ વાંચવામાં મદદ કરે છે. (Image Source | Google)

ટ્રેનના લોકો પાઇલટને આગળ કયું સ્ટેશન આવી રહ્યું છે તેની જાણકારી મેળવવામાં આ બોર્ડ મદદ કરે છે. ખાસ કરીને ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ અને સ્ટેશન પર રોકાવાની તૈયારી માટે સ્ટેશનની ઓળખ મહત્ત્વપૂર્ણ હોય છે. (Image Source | Google)

રેલવે સ્ટેશન પર પીળા રંગનું બોર્ડ લગાવવું માત્ર સુંદરતાનો ભાગ નથી. પરંતુ મુસાફરોની સુવિધા, સ્પષ્ટ ઓળખ અને રેલવેની કામગીરીને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાના હેતુથી આ રંગ પસંદ કરવામાં આવ્યો છે. (Image Source | Google)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Google)