
તમે મફતમાં ટિકિટ ક્યારે અપગ્રેડ કરી શકો છો : તમે મુસાફરી પહેલાં અથવા મુસાફરી દરમિયાન ટિકિટ અપગ્રેડ કરી શકો છો. જો મુસાફરો મુસાફરી દરમિયાન તેમની ટિકિટ અપગ્રેડ કરે છે, તો તેમણે વધારાના ચાર્જ ચૂકવવા પડશે. જ્યારે જો યાત્રી ટિકિટ બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશનનો વિકલ્પ પસંદ કરે છે, તો તે મફતમાં ટિકિટ અપગ્રેડ કરી શકે છે. ટ્રેનમાં સીટ ઉપલબ્ધ હોય તો જ સીટને અપગ્રેડ કરી શકાય છે.

કયા આધારે થાય છે સીટ અપગ્રેડેશન : ભારતીય રેલવેએ વર્ષ 2006માં ઓટો-અપગ્રેડેશન સ્કીમ શરૂ કરી હતી. રિઝર્વેશન ફોર્મની બધાથી ઉપર ઓટો અપગ્રેડેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ IRCTC એપ અને ઓનલાઈન પોર્ટલ પર પણ ઓફર કરવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા બાદ રેલવે ટિકિટને અપગ્રેડ કરવાનું વિચારે છે. ચાર્ટ તૈયાર કરતી વખતે PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) દ્વારા અપગ્રેડેશન આપમેળે થાય છે.