
આટલું જ નહીં, મુસાફરો ફરિયાદોનું સ્ટેટસ પણ જોઈ શકશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોને ટૂંક સમયમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી મુસાફરોને તેમની ફરિયાદોના નિરાકરણ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ફરિયાદ નોંધાયા પછી, તે સંબંધિત DRM ઓફિસમાં જાય છે. ત્યાંથી તેને સંબંધિત અધિકારીને ફોરવર્ડ કરવામાં આવે છે. આમાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આ સમય ખૂબ ઘટી ગયો છે અને ગણતરીના સમયમાં રેલમદદ વડે સમસ્યાનું નિવારણ થાય છે.
Published On - 4:16 pm, Fri, 4 July 25