
તેમજ ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 12 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 22.30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી ઉપડશે અને ગુરુવારે સવારે 4.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, ઇદગાહ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઊ અને બારાબંકી જંકશન સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ હશે.

ટ્રેન નંબર 19201 માટે ટિકિટ બુકિંગ 03 ઓગસ્ટ 2025થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.