દુનિયા જોતી રહી ગઈ! 354 ડબ્બા અને 7 એન્જિન… ભારતની સૌથી લાંબી ટ્રેન, જે ‘મહાદેવ’ના નામ પરથી બની

ભારતમાં મુસાફરી માટેનું મુખ્ય સાધન ટ્રેન છે, જેના દ્વારા દરરોજ લાખો મુસાફરો દેશના એક છેડેથી બીજા છેડે જાય છે. એવામાં ખાસ વાત એ છે કે, ભારતમાં એક એવી ટ્રેન પણ ચાલે છે કે, જે માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડની સૌથી લાંબી ટ્રેન છે.

| Updated on: Feb 12, 2026 | 10:55 AM
1 / 8
જો તમારે લક્ઝરી મુસાફરીનો આનંદ લેવો હોય, તો તમે તેજસ, મહારાજા એક્સપ્રેસ અને વંદે ભારત કે વંદે ભારત સ્લીપરની પસંદગી કરી શકો છો. ઝડપની વાત કરીએ તો વંદે ભારત, શતાબ્દી અને રાજધાની જેવી ટ્રેનો મોખરે છે.

2 / 8
આ સાથે જ ભારતીય રેલવે હાઈડ્રોજન અને બુલેટ ટ્રેનની દિશામાં પણ ઝડપથી આગળ વધી રહી છે. આમ, દરેક ટ્રેનની પોતાની એક આગવી વિશેષતા છે. આવી જ રીતે ભારતમાં એક એવી ટ્રેન પણ ચાલે છે કે, જે માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડની સૌથી લાંબી ટ્રેન છે. જો કે, આ મુસાફરો માટેની ટ્રેન નથી પણ એક માલગાડી છે. આ ટ્રેનમાં 10 કે 20 નહીં પરંતુ 300 થી પણ વધુ ડબ્બા લાગેલા છે.

3 / 8
ભારત દુનિયાનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે. અહીં દરરોજ અંદાજે 13,000 ટ્રેન 68,000 કિલોમીટરના વિસ્તારમાં મુસાફરોને સેવા આપે છે, જ્યારે માલગાડીઓની સંખ્યા તેનાથી અલગ છે. વાહન વ્યવહારની સાથે ભારતીય રેલવે માલસામાનની હેરફેર (Logistics) માં પણ મોટું યોગદાન આપે છે. આવી જ એક માલગાડી ભારતમાં ચાલે છે, જે ચાર કિલોમીટરથી પણ વધુ લાંબી છે. આ ટ્રેન માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની સૌથી લાંબી ટ્રેનોમાંની એક છે.

4 / 8
સામાન્ય રીતે પેસેન્જર ટ્રેનો, જેમાં મેલ અને એક્સપ્રેસનો સમાવેશ થાય છે, તેમાં 12 થી લઈને 24 ડબ્બા હોય છે. પ્રીમિયમ ટ્રેનોમાં આ સંખ્યા 18 સુધીની હોય છે પરંતુ જ્યારે માલગાડીઓની વાત આવે છે, ત્યારે ડબ્બાઓની સંખ્યા અણધારી રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ થાય છે કે, ભારતની સૌથી લાંબી ટ્રેન કઈ અથવા કઈ ટ્રેનમાં સૌથી વધુ ડબ્બા છે? ઘણા લોકોને આનો જવાબ ખબર નહીં હોય અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાય છે.

5 / 8
ભારતમાં સૌથી વધુ ડબ્બા ધરાવતી આ ટ્રેનનું નામ ભગવાન શંકરના નામ પરથી 'રુદ્રાસ્ત્ર' રાખવામાં આવ્યું છે. આ ટ્રેન આશરે સાડા ચાર કિલોમીટર લાંબી છે. આ લંબાઈના આધારે જ તેને એશિયાની સૌથી લાંબી ટ્રેનનો ખિતાબ મળ્યો છે. આ પહેલા 'સુપર વાસુકી' સૌથી લાંબી ટ્રેન હતી, જે 3.5 કિમી લાંબી હતી અને તેમાં 295 ડબ્બા હતા.

6 / 8
રુદ્રાસ્ત્રમાં 40-50 નહીં પરંતુ 354 ડબ્બા લગાવવામાં આવ્યા છે. આટલી વિશાળ ટ્રેનને ખેંચવા માટે તેમાં 7 એન્જિન લગાવવામાં આવ્યા છે. આ ટ્રેન ભારતીય રેલવેની શક્તિ અને ભવ્યતાનું પ્રતીક છે. પૂર્વ મધ્ય રેલવેએ તેને ગત વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરી હતી. પંડિત દીન દયાળ ઉપાધ્યાય ડિવિઝનથી ધનબાદ મંડળ વચ્ચે 7 ઓગસ્ટ 2025ના રોજ તેનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ત્યારે આ માલગાડીએ 40.5 કિમી/કલાકની ઝડપે 209 કિમીનું અંતર કાપ્યું હતું.

7 / 8
ટ્રાયલ દરમિયાન 354 વેગન ધરાવતી આ ટ્રેનમાં બે એન્જિન સૌથી આગળ અને ત્યારબાદ દર 59 બોગી પછી એક એન્જિન લગાવવામાં આવ્યું હતું. દરેક ડબ્બામાં 72 ટન માલ લાદવામાં આવ્યો હતો. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ એક રેકોર્ડ છે કે, જ્યારે એકસાથે આટલા મોટા જથ્થામાં માલની હેરફેર કરવામાં આવી હોય.

8 / 8
જો દુનિયાની સૌથી લાંબી ટ્રેનની વાત કરીએ તો, તે ઓસ્ટ્રેલિયાની 'ધ ઓસ્ટ્રેલિયન બીએચપી આયર્ન ઓર' (BHP Iron Ore Train) છે. તેની લંબાઈ 7.3 કિલોમીટર છે અને તેમાં 682 ડબ્બા લાગેલા છે. આ પણ એક માલગાડી જ છે.