પિતાનો જન્મ રાજકોટમાં થયો, દીકરીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, આવો છે શાઈના એનસીનો પરિવાર

|

Nov 28, 2024 | 7:33 AM

આજે આપણે શાઈના એનસીના પરિવાર તેમજ તેની રાજનીતિક કારકિર્દી વિશે વાત કરીશું.શાઇના ફેશન ડિઝાઇનની સાથે સાથે રાજકારણમાં પણ કારકિર્દી બનાવી રહી છે. તે કહે છે કે ફેશન ડિઝાઇન તેનો વ્યવસાય છે જ્યારે રાજકારણ તેનો શોખ છે. તો ચાલો જાણીએ શાઈના એનસીનું ગુજરાત કનેક્શન શું છે.

1 / 14
ભારતીય ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ શાઈનાની એક અલગ ઓળખ છે. તે 54 અલગ અલગ રીતે સાડી પહેરવા માટે પ્રખ્યાત છે. સૌથી ઝડપી સાડી પહેરવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ શાઇના એનસીનો રેકોર્ડ છે.

2 / 14
  શાઈના એનસીનું ગુજરાત સાથે ખુબ જ ખાસ કનેક્શન છે. તો ચાલો જાણીએ તેના પરિવાર વિશે. શાઈના એનસીના પરિવારમાં કોણ કોણ છે જુઓ

3 / 14
શાઇના એનસી રાજનીતિમાં આવતા પહેલા ફેશન ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમના નામે રેકોર્ડ નોંધાયેલા છે. આજે આપણે જાણીશું કે ફેશન ડિઝાઇનિંગમાંથી તેમણે રાજનીતીનો રસ્તો કેવી રીતે પસંદ કર્યો ચાલો જાણીએ. તેમજ તેના પરિવાર વિશે રસપ્રદ વાતો જાણીએ.

4 / 14
શાઈના એનસીનું પૂરું નામ સાઈના ચુડાસમા છે. રાજકારણી હોવા ઉપરાંત, તે ભારતીય ફેશન ડિઝાઇનર અને સામાજિક કાર્યકર પણ છે. તે મુંબઈના ભૂતપૂર્વ શેરિફ નાના ચુડાસમાની પુત્રી છે.

5 / 14
નાના ચુડાસમા તેઓ ધોલેરા જિલ્લાના રાજપૂત પરિવારમાંથી હતા. તેમના પિતા માનસિંહ ચુડાસમા પોલીસ કમિશનર હતા. નાના ત્રણ ભાઈઓમાં બીજા હતા, નાના સ્નાતક થયા પછી 1950 ના દાયકાની શરૂઆતમાં મુંબઈમાં યુએસ પેટ્રોલિયમ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે તેમની કારકિર્દી શરૂ કરી હતી

6 / 14
તેના પિતા સૌરાષ્ટ્રના હિન્દુ ગુજરાતી રાજપૂત પરિવારના હતા. શાઇનાની માતા ગુજરાતમાં મુનીરા દાઉદી બોહરા મુસ્લિમ પરિવારમાંથી આવે છે. શૈનાને બે ભાઈ-બહેન છે ,એક ભાઈ અક્ષય નાના ચુડાસમા, અને એક બહેન વૃંદા છે.

7 / 14
શાઇના એનસીએ 2004માં ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમની રાજકીય કારકિર્દી ભાજપમાંથી જ શરૂ થઈ હતી. તે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના સભ્ય અને ભાજપના મહારાષ્ટ્ર એકમના ખજાનચી પણ રહી ચૂક્યા છે.

8 / 14
શાઇના તેના ચેરિટી ફેશન શો અને બે એનજીઓ આઈ લવ મુંબઈ અને જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્યમાં પણ સામેલ છે. તેણે મુંબઈની કોલેજ અને  ન્યૂયોર્કમાંથી ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમાં અભ્યાસ કરી ચૂકી છે.

9 / 14
શાઈનાએ 1989માં ક્વિન મેરી સ્કૂલ, મુંબઈ (ICSE બોર્ડ)માંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ 1993માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, બોમ્બેમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી.

10 / 14
ત્યારબાદ ફેશન ડિઝાઇન તરફ વધુ આકર્ષિત થઈ અને તેથી સ્નાતક થયા પછી, શાઈનાએ ન્યુ યોર્ક શહેરનો પ્રવાસ કર્યો અને ફેશન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ન્યુ યોર્કમાંથી ફેશન ડિઝાઇનમાં સહયોગી ડિગ્રી લીધી હતી.

11 / 14
શાઈનાના લગ્ન મનીષ મુનોત સાથે થયા છે, જેઓ મારવાડી જૈન છે. તેને શાળામાં પ્રથમ વખત મળી હતી જ્યારે તે 13 વર્ષની હતી અને છ વર્ષની ડેટિંગ પછી ત્રેવીસ વર્ષની ઉંમરે તેની સાથે લગ્ન કર્યા હતા.

12 / 14
શાઇના તેના વ્યવસાય, રાજકારણ અને સામાજિક કાર્યને સંચાલિત કરવામાં તેની સફળતાનો શ્રેય તેના પતિને આપે છે.

13 / 14
. તેના પતિ અને બે બાળકો પુત્રી શનાયા અને પુત્ર અયાન સાથે મુંબઈમાં રહે છે શાઈના કહે છે કે તેનો પરિવાર પર્યુષણ, દિવાળી અને ઈદ જેવા તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે.

14 / 14
નાના ચુડાસમાનું ટૂંકી માંદગી બાદ 23 ડિસેમ્બર 2018 ના રોજ 85 વર્ષની વયે તેમનું અવસાન થયું. નાના ચુડાસમા અને મુનીરા ચુડાસમાને પણ એક પુત્ર અક્ષય નાના ચુડાસમા અને પુત્રી નાના ચુડાસમા છે.

Next Photo Gallery