
રેણુકા સિંહ ઠાકુરનો જન્મ 2 જાન્યુઆરી 1996માં થયો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.તે ઘરેલુ ક્રિકેટમાં રેલવે અને મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરે છે.

ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો. તેમણે ભારત માટે પોતાની સ્વિંગ બોલિંગથી પોતાની અલગ છાપ છોડી છે. તે 2022 મહિલા એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો ભાગ રહી ચૂકી છે.

રેણુકા સિંહ ઠાકુરનો પરિવાર જુઓ

2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને 2022 મહિલા એશિયા કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂકી છે.રેણુકા સિંહ 2019-20 સિનિયર મહિલા વન ડે લીગમાં 23 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી.

ઓગસ્ટ 2021માં રેણુકા સિંહને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત સ્થાન મળ્યું હતુ. 7 ઓક્ટોબર 2021ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

જાન્યુઆરી 2022માં તેને ન્યુઝીલેન્ડમાં 2022 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.18 ફેબ્રુઆરી 2022ના રોજ ભારત માટે ન્યુઝીલેન્ડ સામે મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય (WODI) માં પ્રવેશ કર્યો હતો.

જુલાઈ 2022માં તેને ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી, જેમાં 11 વિકેટ હતી, અને તેની ટીમ માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

18 ફેબ્રુઆરી 2023ના રોજ 2023ના મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે પોતાની પહેલી T20I પાંચ વિકેટ લીધી હતી. રેણુકા સિંહ એક આંતરરાષ્ટ્રીય ફાસ્ટ બોલર છે.

રેણુકા ઠાકુરે ડિસેમ્બર 2023માં ઇંગ્લેન્ડ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2024ના મહિલા T20 વર્લ્ડ કપ અને ઓક્ટોબર 2024માં ન્યુઝીલેન્ડ સામેની તેમની ઘરેલુ ODI સીરિઝ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ડિસેમ્બર 2024માં વેસ્ટ ઇન્ડીઝ સામે ODIમાં પોતાની પહેલી ફિફ્ટી લીધી હતી. 2022માં તેને ICC ઇમર્જિંગ મહિલા ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ પસંદ કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટર રેણુકા સિંહ ઠાકુરે તેના સ્વર્ગસ્થ પિતાની યાદમાં એક ટેટૂ કરાવ્યું છે,

જેમનું અવસાન રેણુકા ત્રણ વર્ષની હતી ત્યારે થયું હતું.રેણુકાએ ટેટૂમાં તેના પિતાની જન્મ અને મૃત્યુ તારીખ પણ લખી છે.