બેડમિન્ટન, ખોખોમાં કિસ્મત અજમાવી ચૂકેલી મલ્ટીસ્ટાર ક્રિકેટરનો જુઓ પરિવાર

નલ્લાપુરેડ્ડી શ્રી ચરણી એક ભારતીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર છે. આંધ્રપ્રદેશના કડપા જિલ્લાની રહેવાસી, તે એક શાનદાર સ્પિન બોલર છે. શ્રી ચરણીનો પરિવાર જુઓ.

| Updated on: Jun 18, 2026 | 7:10 AM
1 / 11
 નલ્લાપુરેડ્ડી શ્રી ચરણીનો જન્મ 4 ઓગસ્ટ 2004ના રોજ થયો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ઘરેલુ ક્રિકેટમાં આંધ્ર અને મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરે છે.શ્રી ચારણી 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતી.

2 / 11
શ્રી ચરણીનો જન્મ ભારતના આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના વીરપુનયુનિપલ્લે મંડળના યેરામલા પલ્લી ગામના તેલુગુ ભાષી પરિવારમાં થયો હતો.તે આંધ્રપ્રદેશના વાયએસઆર કડપા જિલ્લાની પ્રથમ મહિલા હતી. જે 20 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી પામી હતી.

3 / 11
 નલ્લાપુરેડ્ડી શ્રી ચરણીનો પરિવાર અને ક્રિકેટ કરિયર વિશે જાણો

4 / 11
 જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેના પિતાએ તેને બેડમિન્ટનમાં મોકલી હતી. તેના પિતા ચંદ્રશેખર રેડ્ડી, રાયલસીમા થર્મલ પાવર પ્રોજેક્ટમાં નાના પદ પર કામ કરે છે. તે ક્રિકેટમાં પ્રવેશતા પહેલા ખો-ખો પણ રમતી હતી.

5 / 11
તેના કાકા, કિશોર કુમાર રેડ્ડીએ તેને તાલીમ અને રમતગમતમાં મદદ કરી હતી.તેની સૌથી મોટી પ્રેરણા સ્મૃતિ મંધાના અને યુવરાજ સિંહ હતા. તેને જેસ જોનાસેન દ્વારા ડેબ્યૂ WPL કેપ આપવામાં આવી હતી અને તેની પ્રથમ WPL વિકેટ એલિસ પેરી હતી.

6 / 11
ડિસેમ્બર 2024માં ત્રીજી WPL ઓક્શનમાં ચરણીને દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝ દ્વારા  55 લાખમાં ખરીદવામાં આવી હતી. માર્ચ 2025માં દેહરાદૂનના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે સિનિયર મહિલા મલ્ટી-ડે ચેલેન્જર ટ્રોફીમાં ઇન્ડિયા B સામે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પ્રથમ પાંચ વિકેટ લીધી હતી.

7 / 11
શ્રી ચરણી આંધ્ર મહિલા ક્રિકેટ ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. એપ્રિલ 2025માં તેને શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની ODI ત્રિકોણીય સીરિઝ માટે રાષ્ટ્રીય ટીમમાં પ્રથમ કોલ-અપ મળ્યો હતો.

8 / 11
27 એપ્રિલ 2025ના રોજ શ્રીલંકા સામેની આગામી ટુર્નામેન્ટમાં ODI અને T20I ટીમમાં સ્થાન મેળવ્યું.મે 2025માં, તેણીને ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ODI અને T20I ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

9 / 11
આજ વર્ષે સીરિઝમાં  T20I ડેબ્યૂ કર્યું અને 28 જૂન 2025ના રોજ ચાર વિકેટ લીધી હતી.

10 / 11
 શ્રાવંતી નાયડુ પછી T20I ડેબ્યૂમાં ચાર વિકેટ લેનારી તે બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી.

11 / 11
2025ની મહિલા ODI વર્લ્ડ કપ વિજેતા ટીમમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Published On - 7:08 am, Thu, 18 June 26

Follow Us