
સાયના નેહવાલનો જન્મ 17 માર્ચ 1990ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમના પિતાનું નામ ડૉ. હરવીર સિંહ નેહવાલ અને માતાનું નામ ઉષા રાની નેહવાલ છે. સાયના નહેવાલને એક બહેન પણ છે,

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ 35 વર્ષની છે. સાયના પહેલી ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી છે જેણે ઓલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે સાયના બાળપણમાં કરાટે શીખતી હતી અને તેમાં જ પોતાનું કરિયર બનાવવા માંગતી હતી.

તમને જણાવી દઈએ કે સાયનાની માતા સ્ટેટ સ્તરની બેડમિન્ટન ખેલાડી હતી.વર્ષ 2009માં, સાયનાએ ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી. સાયના આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.

સાયના નેહવાલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર મહિલા ખેલાડી છે. તેણે 2010 અને 2018માં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018માં જ તેણે મિશ્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ ઉપરાંત, સાયનાએ 2010માં મિશ્ર ટીમ સાથે સિલ્વર અને 2006માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના લગ્ન 14 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા અને હવે 7 વર્ષ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. સાયનાની જેમ, પારુપલ્લી કશ્યપ પણ એક બેડમિન્ટન ખેલાડી છે,

સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ 1997માં એક બેડમિન્ટન કેમ્પમાં મળ્યા હતા, પરંતુ 2002માં જ્યારે તેમણે હૈદરાબાદમાં સાથે તાલીમ શરૂ કરી ત્યારે બંને નિયમિતપણે મળવા લાગ્યા હતા.

પારુપલ્લી કશ્યપ 2012ના ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચ્યો હતો. તે આવું કરનાર પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યો. અંતે 2014માં, એવો સમય આવ્યો જ્યારે કશ્યપે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી.

તમને જણાવી દઈએ કે સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને અનેક ખિતાબ વિજેતા સાયના નેહવાલને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.સાયનાનો હૈદરાબાદમાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેની પાસે ઘણી મોંઘી કાર પણ છે.

સાયના નેહવાલ જાહેરાત કરી ખૂબ પૈસા કમાય છે. સ્ટાર ખેલાડી સાયના તે સેલિબ્રિટીઓની યાદીમાં સામેલ છે જે જાહેરાતો માટે મોટી ફી લે છે.સાયના નેહવાલની કુલ સંપત્તિ 35 થી 40 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે.

સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. મળતી માહિતી મુજબ, સાયના અને પારૂપલ્લી હૈદરાબાદની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ દરમિયાન મળ્યા હતા.

બંનેએ આ રમતમાં ઘણી પ્રગતિ કરી હતી. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ, બંનેએ 2018 માં લગ્ન કર્યા. જોકે, લગ્ન સુધી લોકોને તેમના સંબંધ વિશે કોઈ ખ્યાલ નહોતો.

સાયના નેહવાલ આજે માત્ર એક સફળ ખેલાડી નથી, પરંતુ તે એક સેલિબ્રિટી, બ્રાન્ડ અને બિઝનેસ વુમન પણ બની છે.

તેની સંપત્તિ, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને રમતગમતની સિદ્ધિઓ તેને ભારતીય રમતગમતની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંની એક બનાવે છે.