Operation Mahadev : કોણ છે Chinar Corps? જેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું ઓપરેશન મહાદેવ, જાણો તેમની કામગીરી વિશે

ચિનાર કોર્પ્સ, ભારતીય સેનાનું એક મહત્વનું એકમ છે. આ ટુકડીએ તાજેતરના "ઓપરેશન મહાદેવ" માં આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. ખાસ આ ટુકડી દ્વારા જ કેમ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેમનું કામ શું છે તે અંગે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

| Updated on: Jul 28, 2025 | 2:24 PM
4 / 5
તાજેતરમાં, ચિનાર કોર્પ્સ દ્વારા હાથ ધરવામાં આવેલ "ઓપરેશન મહાદેવ" એક મુખ્ય અને સફળ આતંકવાદ વિરોધી કામગીરી હતી. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ આતંકવાદીઓ લાંબા સમયથી સક્રિય અને વોન્ટેડ હતા. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો સંપૂર્ણ સતર્કતા સાથે ઓપરેશન ચલાવી રહ્યા છે.

5 / 5
મળતી માહિતી મુજબ, સોમવારે શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા. જંગલ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે બે આતંકવાદીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 50 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR), 24 RR, શ્રીનગર પોલીસ અને CRPF ની ટીમો આ કાર્યવાહીમાં સામેલ છે. (All Image - Chinar Corps)

Published On - 2:20 pm, Mon, 28 July 25