
સત્યદીપ મિશ્રા એક અભિનેતા છે. તેમણે હિન્દી સિનેમા, ટેલિવિઝન અને વેબ સિરીઝમાં અભિનય કર્યો છે. તેમણે 2011 માં આવેલી ફિલ્મ "નો વન કિલ્ડ જેસિકા" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

તેમનો જન્મ 27 નવેમ્બર, 1972 ના રોજ દેહરાદૂન ખાતે થયો હતો. તેમણે દૂન સ્કૂલ, દેહરાદૂનમાંથી અભ્યાસ કર્યો હતો અને દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં બીએ કર્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી (DU)માંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.

સત્યદીપ મિશ્રાનો પરિવાર જુઓ

તેઓ નવી દિલ્હીમાં કોર્પોરેટ વકીલ તરીકે કામ કરતા હતા. તેઓ 2010માં મુંબઈ ગયા.તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં બી.એ. (BA)ની પદવી મેળવી અને ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો (કાયદા વિદ્યાશાખા)માંથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

અભિનેતા બનવા માટે 2010 માં મુંબઈ સ્થળાંતર કરતા પહેલા, મિશ્રાએ નવી દિલ્હીમાં કોર્પોરેટ વકીલ તરીકે કામ કર્યું હતું અને ભારત સરકાર સાથે પણ થોડા સમય માટે કામ કર્યું હતું. તેમણે યુપીએસસી (UPSC)ની પરીક્ષા પણ આપી હતી.

સત્યદીપ મિશ્રાએ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ 2013માં અલગ થઈ ગયા હતા. તેમણે 27 જાન્યુઆરી, 2023 ના રોજ મસાબા ગુપ્તા સાથે લગ્ન કર્યા.

સત્યદીપ મિશ્રા અને મસાબા ગુપ્તાના ઘરે 11 ઓક્ટોબર 2024ના રોજ એક પુત્રીનો જન્મ થયો. સત્યદીપ મિશ્રાની અંદાજે કુલ સંપત્તિ 8 થી 17 કરોડ વચ્ચે છે.

તેમની ફિલ્મોમાં નો વન કિલ્ડ જેસિકા, ટર્નિંગ 30, ચિલ્લર પાર્ટી, લવ બ્રેકઅપ જિંદગી, ફેરારી કી સવારી, ટાઈગર્સ ડૉ., બોમ્બે વેલ્વેટ, મેડલી, કાલી ખૂહી અને વિક્રમ વેધા (2022) નો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, સત્યદીપ મિશ્રા અને મસાબાએ ખુબ સિંપલ લગ્ન કર્યા હતા.ટુંકમાં બંનેએ લગ્નમાં કોઈ ખોટો ખર્ચ કર્યો ન હતો. માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું હતુ.

સત્યદીપ મિશ્રાના ઉંમરની વાત કરીએ તો તેની ઉંમર 53 વર્ષ છે. જ્યારે મસાબા ગુપ્તાની ઉંમર 37 વર્ષ છે. બંને વચ્ચે 16 થી 17 વર્ષનો તફાવત છે.

સત્યદીપ મિશ્રા મહાન ક્રિકેટર સર વિવિયન રિચાર્ડ્સના જમાઈ છે. તેમજ બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા સત્યદીપ મિશ્રાની સાસું છે.

તમને જણાવી દઈએ કે, મસાબા ગુપ્તા અભિનેત્રી નીના ગુપ્તા અને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સની પુત્રી છે. તેથીવિવિયન રિચાર્ડ્સ સત્યદીપ મિશ્રાના સસરા છે.
Published On - 7:09 am, Tue, 17 November 26