
બુલેટિનના વાયરલ થતાં, ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા જ્યાં ન્યુક્લિયર સાધનો હોઈ શકે. જોકે, અત્યાર સુધી આ દસ્તાવેજની અધિકૃત રીતે પુષ્ટિ થયેલી નથી અને એ હકીકતમાં નકલી પણ હોઈ શકે છે.

જ્યારે દસ્તાવેજની માન્યતા હજુ સંદિગ્ધ છે, ત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાએ એ દાવો વધુ જોરશોરથી આગળ ધપાવ્યો છે કે ભારતે પાકિસ્તાનની ન્યુક્લિયર સુવિધાને લક્ષ્ય બનાવ્યું હતું. (નોંધ : આ બુલેટિન લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. Tv9 ગુજરાતી આ લેટરની પુષ્ટિ કરતું નથી.)