
યુદ્ધ દરમિયાન, કચ્છના કેટલાક ભાગો પર જમીન તેમજ હવાઈ હુમલાઓ નોંધાયા હતા. પરંતુ ગુજરાતના મોટા શહેરો જેમ કે અમદાવાદ, રાજકોટ કે સુરત પર કોઇ મોટા પાયે હુમલો થયો નહોતો.

1971ના યુદ્ધ દરમિયાન પણ પાકિસ્તાને ગુજરાતના સરહદી વિસ્તારોમાં નાની મોટી હરકતો કરી હતી, પણ કોઈ મોટું નુકસાન થયું ન હતું.આ ઘુસણખોરી અને હુમલાઓએ ભારતીય રક્ષા ક્ષમતા અને સરહદી જાગૃતતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટો ભાગ ભજવ્યો છે.