
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સિસ્ટમના કૂચેકુચા બોલાઈ ગયા હતા. પાકિસ્તાન દાવો કરતું હતું કે, આ સિસ્ટમ ચાઇનીઝ શિલ્ડ છે પરંતુ ભારતના હુમલા પછી તે પ્લાસ્ટિકના રમકડાંની માફક તૂટી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, ભારત પાસે હાલમાં રશિયન બનાવટનું S400 અને તેના જેવી જ એક રડાર સિસ્ટમ છે જેને 'પેટ્રિઅટ સિસ્ટમ' કહેવાય છે. જો કે, આ સિસ્ટમની ટેકનિક ચોરી કરીને ચીને HQ-9 સિસ્ટમ વિકસાવી હતી.

ચીને દાવો કર્યો હતો કે, આ સિસ્ટમની મારક ક્ષમતા 120-250 કિમી જેટલી છે. ચીનનો દાવો છે કે, આ એર ડિફેન્સ સિસ્ટમ ક્રુઝ મિસાઈલ, વિમાન અને બેલિસ્ટિક મિસાઈલને અટકાવી શકે છે પરંતુ ભારતના ડ્રોન હુમલાને કારણે આ એર ડિફેન્સ સિસ્ટમ હવે નાશ પામી છે.