ભારત અને કેનેડા વચ્ચેની અનોખી જુગલબંધી, લોકોના મોતથી પણ કમાય છે અબજો

|

Oct 19, 2024 | 8:45 AM

જો અમે તમને કહીએ કે કેટલાક લોકો 'મૃત્યુ'માંથી પણ પૈસા કમાય છે, તો તમે વિશ્વાસ કરશો? હકિકતમાં આ સ્ટોરી વ્યક્તિના મૃત્યુ પછી દફનાવવામાં આવતી કબરો ડિઝાઇન કરવાના વ્યવસાય સાથે સંબંધિત છે. શું તમે ક્યારેય કબરો ડિઝાઇન કરવાના વ્યવસાય વિશે સાંભળ્યું છે? જો નહીં તો જાણી લો કેનેડામાં લોકો આનાથી લાખો ડોલરની કમાણી કરી રહ્યા છે.

1 / 5
એક વ્યક્તિ ઉભો થયો. મનમાં એક વિચાર આવ્યો અને બોટલમાં પાણી વેચવા લાગ્યો. કરોડોની કંપની બનાવી. ત્યારબાદ અન્ય કંપનીઓ પણ આ ધંધામાં આવી અને ધંધો શરૂ કરીને લાખોનો નફો કર્યો. આ એક સામાન્ય સ્ટોરી છે. તમે આ પહેલા ઘણી વાતોમાં સાંભળ્યું હશે.

2 / 5
હવે જરા વિચારો જો અમે તમને કહીએ કે કેટલાક લોકો મૃત્યુમાંથી પણ પૈસા કમાય છે, તો તમે વિશ્વાસ કરશો? વાસ્તવમાં આ સ્ટોરી વ્યક્તિના મૃત્યુ પછી દફનાવવામાં આવતી કબરો ડિઝાઇન કરવાના વ્યવસાય સાથે સંબંધિત છે. શું તમે ક્યારેય કબરો ડિઝાઇન કરવાના વ્યવસાય વિશે સાંભળ્યું છે? જો નહીં તો જાણી લો કેનેડામાં લોકો આનાથી કરોડો ડોલરની કમાણી કરી રહ્યા છે.

3 / 5
આ કંપનીઓ બિઝનેસ કરી રહી છે : કેનેડામાં લોકો તેમના પ્રિયજનોની કબરના પથ્થરો ખૂબ કાળજી સાથે ડિઝાઇન કરે છે. આમાં કબરના પત્થર કે કવર પર કયું મટિરિયલ ડિઝાઈન કરવામાં આવશે, તેના પર શું મેસેજ લખવામાં આવશે એટલું જ નહીં, આ બધું કામ કરવા માટે એક આખી ઈન્ડસ્ટ્રી કામ કરે છે. એવી ઘણી કંપનીઓ છે જે આ કામ કરે છે. આમાં 'હોલી ફેમિલી મોન્યુમેન્ટ્સ', 'લુઈસ મોન્ટી એન્ડ સન્સ ઇન્ક', ગ્રેસ મોન્યુમેન્ટ્સ', 'નેલ્સન મોન્યુમેન્ટ્સ' અને 'કેમ્પબેલ મોન્યુમેન્ટ્સ' જેવા ઘણા નામ સામેલ છે.

4 / 5
પેકેજો $500 થી શરૂ થાય છે : કેનેડામાં કંપનીઓ કબરોને સજાવવા માટે પેકેજ બનાવે છે. જેમાં કબરની ડિઝાઈનિંગથી લઈને તેમાં વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે. ગ્રેસ મોન્યુમેન્ટ સાથે સંકળાયેલા એક સ્ત્રોત અનુસાર તેમના પેકેજ 500 કેનેડિયન ડોલરથી શરૂ થાય છે.

5 / 5
આ બિઝનેસનું ભારત સાથે પણ જોડાણ છે. આમાંની ઘણી કંપનીઓ ડિઝાઇનનું કામ આઉટસોર્સ કરે છે. ભારતમાં ઘણી કંપનીઓ કોન્ટ્રાક્ટના આધારે આ ડિઝાઇનિંગનું કામ કરે છે. તેનું કારણ IT, ટેક્નોલોજી, એનિમેશન અને ડિઝાઈનિંગ વર્કમાં વિદેશમાં ભારતના સ્કિલ ધરાવતા લોકોની સારી માગ છે.

Published On - 8:45 am, Sat, 19 October 24

Next Photo Gallery