IND vs NZ: વિકેટકીપર ઋષભ પંતની વધુ એક સિદ્ધિ, કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો

|

Nov 03, 2024 | 9:33 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ભારત તરફથી શુભમન ગિલ અને રિષભ પંતે જોરદાર ઇનિંગ રમી હતી. આ બંનેની ઇનિંગ્સના કારણે ભારત પ્રથમ ઇનિંગમાં 263 રન સુધી પહોંચી શક્યું હતું. આ ઇનિંગમાં રિષભ પંતે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો.

1 / 5
ત્રીજી ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત છે. પરંતુ તે સંપૂર્ણપણે બીજા દાવમાં બેટિંગ પર નિર્ભર કરે છે. ન્યુઝીલેન્ડનો સ્કોર 9 વિકેટે 173 રન છે. એટલે કે ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડનો દાવ 200 રનમાં સમાપ્ત થઈ જશે. તેથી ભારત પાસે જીતવાની તક રહેશે.

2 / 5
ઋષભ પંતે ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ મેચમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી અને એક રેકોર્ડ પોતાના નામે કર્યો. રિષભ પંતે માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને એક નવો રેકોર્ડ બનાવ્યો.

3 / 5
બીજા દિવસના પહેલા કલાકમાં પંતે 138ના સ્ટ્રાઈક રેટથી 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સાથે તે ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી અર્ધશતક ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

4 / 5
100 ના સ્ટ્રાઈક રેટ સાથે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી સાથે ભારતીય વિકેટ-કીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધો છે. અગાઉ આ રેકોર્ડ ધોનીના નામે હતો જેણે 100થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 4 ટેસ્ટ અર્ધસદી ફટકારી હતી. પરંતુ હવે પંતે 100થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 5 અર્ધસદી ફટકારી છે.

5 / 5
ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વિક્રમ પણ ઋષભ પંતના નામે છે. 2022માં તેણે શ્રીલંકા સામે માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી.

Next Photo Gallery