
રિફાઇનરીનો કોમ્પલેક્સિટી ઇંડેક્સ 21:1 છે.આ રિફાઇનરી ભારે અને સસ્તું ક્રૂડ તેલ લઈને પણ સારી ક્વોલિટીની પેટ્રોલિયમ પ્રોડક્ટ બનાવી શકે છે.

અત્યાર સુધીમાં આ રિફાઇનરીએ વિશ્વના 216થી વધુ પ્રકારના ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ કર્યું છે. રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલ ટુ કેમિકલ (O2C) બિઝનેસનો સૌથી મોટો ભાગ છે, જેના દ્વારા RIL સૌથી વધુ કમાણી કરે છે.

આ રિફાઇનરી દેશની પ્રથમ ખાનગી ક્ષેત્રની રિફાઇનરી છે. જામનગર રિફાઇનરી રિફાઇનિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે, જે ભારતને ટ્રાન્સપોર્ટ ફ્યુલની નજરે આત્મનિર્ભર બનાવે છે. આ રિફાઇનરી વિશ્વના 1.5% ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે.

કોઈપણ પ્રકારના હુમલાથી રિફાઇનરીમાં આગ લાગી શકે છે અને તેલ છલકાઈ જવા જેવી ઘટના બની શકે છે. આ ઘટનાથી નજીકમાં રહેતી ત્યાંની વસ્તીને પણ અસર થઈ શકે છે. બીજું કે, જાનહાનિનો ખતરો થઈ શકે છે અને ફ્યુલ સપ્લાય ખોરવાશે તેવી પણ શક્યતા છે.

જો ભારત પાકિસ્તાન યુદ્ધમાં રિફાઇનરીને થોડું પણ નુકસાન થાય છે તો દેશમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આનાથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની અછત, ભાવમાં વધારો અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ખેદ આવી શકે છે.