
જોકે, 10,000 રૂપિયામાંથી ડિવિડન્ડ પર 10 ટકા TDS કાપવામાં આવશે. આ નવો નિયમ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે 5000 રૂપિયાથી વધુના ડિવિડન્ડના કિસ્સામાં, કંપની 10 ટકા TDS કાપીને રોકાણકારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે.

ઉદાહરણ તરીકે, રમેશ ABC કંપનીના 1000 શેર ધરાવે છે. કંપનીએ દરેક શેર પર 10 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ મુજબ રમેશને કુલ 10,000 રૂપિયા ડિવિડન્ડ તરીકે મળશે. નવા નિયમો હેઠળ રમેશને મળેલા ડિવિડન્ડ પર કોઈ TDS કાપવામાં આવશે નહીં. જ્યારે વર્તમાન નિયમો હેઠળ, 10,000 રૂપિયાના ડિવિડન્ડ પર 10 ટકા (રૂ. 1000)નો TDS કાપ્યા પછી, રમેશના બેંક ખાતામાં કુલ 9,000 રૂપિયા આવશે. આનો સીધો અર્થ એ થયો કે નવી સિસ્ટમ હેઠળ રોકાણકારો ઘણી બચત કરશે.
Published On - 1:12 pm, Sun, 2 February 25