
અળસીના બીજ આપણા શરીરને અંદર અને બહાર બંને પોષક તત્વો પૂરા પાડવામાં મદદ કરે છે. તમે તમારી બ્યુટી રૂટીનમાં આ બીજનો ઉપયોગ કરી શકો છો. તમે અળસીનું પેક બનાવી વાળમાં પણ લગાવી શકો છો.

વાળ માટે ચિયા સીડ્સ એક સુપરફુડ માનવામાં આવે છે. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર ચિયા સીડ્સ પ્રોટીનનો મહત્વનો સોર્સ છે. જે વાળને મજબુત કરવામાં મદદ કરે છ. ચિયા સીડ્સની તમે સ્મૂદી દહી માં નાંખી સેવન કરી શકો છો.

વાળનો સારો હેર ગ્રોથ અને સફેદ વાળને થતાં અટકાવવા માટે કાળા તલનું સેવન કરવું જરુરી છે. કાળા તેલમાં ફૈટી એસિડ, વિટામિન અને ખનિજ તત્વો વાળને પોષણ આપે છે, વાળના મૂળને મજબુત બનાવે છે.