
જો તમારું PAN ઈનએક્ટિવ કરવામાં આવે છે, તો એવામાં તમારું બેંક એકાઉન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત રહેશે પરંતુ તમે આગળ કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ, શેર ટ્રેડિંગ અથવા KYC અપડેટ્સ જેવા ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.
ભારત સરકારે Permanent Account Number (PAN) અને આધાર કાર્ડને લિંક કરવાનું ફરજિયાત કરી કાઢ્યું છે. ‘TaxBuddy’ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેતવણી આપી હતી કે, જો તમે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું PAN કાર્ડ 1 જાન્યુઆરી, 2026 થી ‘Inactive’ કરી દેવામાં આવશે.
Your PAN card will be deactivated from Jan 1 2026.
No ITR filing. No refunds.
Even your salary credit or SIP could fail.
Check this one important detail before 31st December 2025 deadline
— TaxBuddy (@TaxBuddy1) November 3, 2025
ટેક્સબડી અનુસાર, “તમારું PAN કાર્ડ 1 જાન્યુઆરી, 2026 થી ‘Inactive’ કરવામાં આવશે. વધુમાં તમે તમારું ITR ફાઇલ કરી શકશો નહીં અથવા રિફંડ મેળવી શકશો નહીં. તમારી સેલેરી ક્રેડિટ અથવા SIP પણ વ્યર્થ જઈ શકે છે.”
આ ચેતવણી સાથે ટેક્સ નિષ્ણાતોએ લોકોને શક્ય તેટલી વહેલી તકે પાન-આધાર લિંકિંગ પૂરું કરવા કહ્યું છે, જેથી નાણાકીય વ્યવહારો અથવા કોઈપણ ટેક્સ સંબંધિત કાર્યમાં કોઈ મુશ્કેલી ન આવે. ખાસ વાત એ છે કે, સરકારે PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ ઘણી વખત લંબાવી છે પરંતુ અત્યાર સુધીની નવી છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. આ પછી તારીખ વધુ લંબાશે, તેવી શક્યતા ઓછી છે.
નાણા મંત્રાલયના 3 એપ્રિલ, 2025 ના રોજના નોટિફિકેશન અનુસાર, “1 ઓક્ટોબર, 2024 પહેલા આધાર અરજી ફોર્મના એનરોલમેન્ટ ID ના આધારે PAN ફાળવવામાં આવેલ દરેક વ્યક્તિએ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આવકવેરા વિભાગને તેમના આધાર નંબરની જાણ કરવી જરૂરી છે.”
આનો અર્થ એ છે કે, જો તમે આધાર એનરોલમેન્ટ ID નો ઉપયોગ કરીને PAN મેળવેલ હોય, તો તમારે આધાર નંબર પ્રાપ્ત કર્યા પછી PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. આ પ્રોસેસ ઇન્કમ ટેક્સ વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર સરળતાથી ઓનલાઈન પૂરી કરી શકાય છે.
જો તમારું PAN ઈનએક્ટિવ થઈ જાય છે, તો તમારું બેંક એકાઉન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત રહેશે પરંતુ તમે આગળ કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ, શેર ટ્રેડિંગ અથવા KYC અપડેટ્સ જેવા ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. વધુમાં, પગાર ટ્રાન્સફર અથવા SIP ઓટો-ડેબિટ નિષ્ફળ થઈ શકે છે. નવું બેંક ખાતું ખોલવા, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં અથવા તો તે રોકાણ રિડીમ કરવામાં મુશ્કેલી આવી શકે છે.
ITR ફાઇલિંગ અથવા ટેક્સ કમ્પ્લાયન્સ બંધ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, તમારા પૈસા સુરક્ષિત રહેશે પરંતુ જ્યાં સુધી PAN ફરીથી એક્ટિવ ન થાય ત્યાં સુધી તમામ નાણાકીય વ્યવહારો અને ટેક્સ સંબંધિત પ્રવૃત્તિઓ બંધ રહેશે.