Income Tax: 10 લાખનો દંડ અને 7 મહિનાની જેલ! ITR ને લગતી આટલી માહિતી નહીં આપો તો તમે કામથી ગયા

આ વખતે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ આજની એટલે કે 15 સપ્ટેમ્બરની છે. હવે આશ્ચર્યજનક વાત એ છે કે, હજુ પણ 1 કરોડથી વધુ ટેક્સપેયર્સે ITR ફાઇલ કર્યું નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, ITR ભરતી વખતે ઘણી માહિતી આપવી જરૂરી છે.

| Updated on: Sep 15, 2025 | 2:42 PM
4 / 9
3. શેડ્યૂલ VDA (ક્રિપ્ટો/NFTs): જો તમે ક્રિપ્ટો કરન્સી અથવા NFTs માં લેવડ-દેવડ કરો છો, તો તમારે શેડ્યૂલ VDA માં તેના વિશે માહિતી આપવી પડશે. તમારે જણાવવું પડશે કે, તમે ક્રિપ્ટો કરન્સી કે NFT ક્યારે ખરીદ્યા, ક્યારે વેચ્યા, કેટલામાં વેચ્યા અને કેટલામાં ખરીદ્યા. તમે તમારી આવકમાંથી ક્રિપ્ટો કરન્સી અને NFT માંથી થતા નુકસાનને બાદ કરી શકતા નથી. મળતી માહિતી મુજબ, ભારતમાં 9 કરોડથી વધુ લોકો પાસે ક્રિપ્ટો એસેટ છે.

5 / 9
4. અનલિસ્ટેડ ઇક્વિટી શેર: જો તમારી પાસે એવી કંપનીના શેર છે કે, જે શેરબજારમાં લિસ્ટેડ નથી, તો તમારે તેની માહિતી આપવી પડશે. તમારે જણાવવું પડશે કે તમે શેર ક્યારે ખરીદ્યા, ક્યારે વેચ્યા, કેટલા શેર ખરીદ્યા અને કેટલામાં ખરીદ્યા. જો તમે ITR માં જણાવો કે તમારી પાસે અનલિસ્ટેડ ઇક્વિટી શેર છે, તો તમારે આ માહિતી આપવી પડશે.

6 / 9
 5. ડિરેક્ટરશિપ માહિતી: જો તમે કોઈ કંપનીના ડિરેક્ટર છો, તો તમારે તેની માહિતી આપવી પડશે. તમારે તમારો 'ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર' (DIN), કંપનીનું નામ, PAN નંબર અને કંપની લિસ્ટેડ છે કે નહીં તે જણાવવું પડશે. તમારે કંપનીને લગતી બધી માહિતી આપવી પડશે.

7 / 9
6. શેડ્યૂલ AL (Assets and Liabilities): જો તમારી કુલ આવક 1 કરોડ રૂપિયાથી વધુ હોય, તો તમારે તમારી Assets અને Liabilities વિશે માહિતી આપવી પડશે. તમારે જણાવવું પડશે કે, તમારી પાસે કેટલી મિલકત છે, તમારી પાસે કેટલા ઘરેણાં છે, તમારી પાસે કેટલા વાહનો છે, તમારી પાસે કેટલા શેર છે, તમારી પાસે કેટલી રોકડ છે, તમે કેટલી લોન લીધી છે અને તમારે કેટલી લોન ચૂકવવાની છે. ધ્યાન રાખવું કે, તમારી એસેટ્સ-લાયાબિલિટીને લગતી માહિતી કેપિટલ ગેઈન અને પોર્ટફોલિયો સ્ટેટમેન્ટ સાથે મેળ ખાય છે.

8 / 9
7. શેડ્યૂલ IF (ફર્મમાં ભાગીદાર): જો તમે કોઈ ફર્મમાં ભાગીદાર છો, તો તમારે તેની માહિતી આપવી પડશે. તમારે ફર્મનું નામ, PAN નંબર, સ્ટેટ્સ, તમારા શેર અને તમને મળતી સેલેરી અથવા વ્યાજ વિશે માહિતી આપવી પડશે. તમારે ખાતરી કરવી પડશે કે, તમારી માહિતી ફર્મના ITR-5 સાથે મેળ ખાય છે.

9 / 9
8. બેંક ખાતું અને વેરિફિકેશન: રિફંડ મેળવવા માટે તમારે તમારા બેંક ખાતાને પહેલેથી વેરિફાઇ કરવું પડશે. ધ્યાન રાખો કે, તમારો IFSC કોડ અને બેંક એકાઉન્ટને લગતી બીજી માહિતી સાચી હોય. તમારે ITR ફાઇલ કર્યાના 30 દિવસની અંદર જ તેને ઈ-વેરિફાઇ કરવું પડશે.