
IIT બોમ્બેના પ્રોફેસરો અને ઉદ્યોગ નિષ્ણાતો અહીં શિક્ષણ આપે છે. આ વિદ્યાર્થીઓને વર્ગખંડ અને વાસ્તવિક દુનિયા બંનેનું જ્ઞાન આપે છે.

વિદ્યાર્થીઓને MATLAB, Mathematica અને High Performance Computing (HPC), VPN અને અન્ય IT સેવાઓ જેવા સોફ્ટવેર પણ પૂરા પાડવામાં આવે છે.

2024માં MBA પ્લેસમેન્ટમાં સરેરાશ પગાર વાર્ષિક રૂ. 28.01 લાખ હતો. સૌથી વધુ પેકેજ વાર્ષિક રૂપિયા 72 લાખનું હતું, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ ઓફરોમાંની એક છે.

SJMSOM ની પ્લેસમેન્ટ પ્રક્રિયામાં JP મોર્ગન ચેઝ, ICICI બેંક, ડેલોઇટ, એક્સેન્ચર સ્ટ્રેટેજી, ફ્લિપકાર્ટ જેવી પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને BFSI, કન્સલ્ટિંગ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં નોકરીઓ મળી.

સૌપ્રથમ, ઉમેદવારોને CAT સ્કોર અને પ્રોફાઇલના આધારે ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. પછી અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂ અને અન્ય લાયકાતોના આધારે કરવામાં આવે છે.