
ઈન્કમ ટેક્સના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડ થકી વર્ષમાં ₹ 2 લાખથી વધુ ખર્ચ કરે છે અથવા ₹ 1 લાખથી વધુનું બિલ કેશમાં ચૂકવે છે, તો તેનો ડેટા સીધો ટેક્સ વિભાગ સુધી પહોંચે છે.

ઈન્કમ ટેક્સ વિભાગ તપાસ કરે છે કે, તમે તમારા ITR (ઈન્કમ ટેક્સ રિટર્ન) માં કેટલી આવક બતાવી છે. જો ખર્ચ વધુ હોય અને આવક ઓછી હોય, તો ટેક્સ વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.

હવે આમાં નોટિસનો અર્થ એ નથી કે, તમને કોઈ તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે પરંતુ તમારે સમજાવવું પડશે કે તમે આટલા પૈસા કેવી રીતે ખર્ચ્યા? શું તે તમારા પગારમાંથી છે, ગિફ્ટમાંથી છે કે પછી તમારી બચતમાંથી છે? જો તમે સાચો જવાબ આપી શકતા નથી, તો ટેક્સ ડિમાન્ડ અને પેનલ્ટી બંને લાગી શકે છે. આથી, હંમેશા ઈન્કમ ટેક્સની નોટિસનો સમજીને જવાબ આપવો જોઈએ.

જો તમે ઈન્કમ ટેક્સની નોટિસથી બચવા માંગતા હોવ, તો હંમેશા ક્રેડિટ કાર્ડ બિલ ડિજિટલ રીતે ચૂકવો. ટૂંકમાં કહીએ તો, UPI અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કરો. ITR માં તમારી સાચી આવક અને ખર્ચ બંને બતાવવા મહત્વપૂર્ણ છે.

જો તમે કોઈ મોટો ખર્ચ કર્યો હોય, તો તેના વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરો અને શક્ય હોય ત્યાં સુધી ₹ 1 લાખથી વધુના કેશ ટ્રાન્ઝેક્શનને ટાળો નહીં તો ટેક્સ વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે.