Health Tips: ઉનાળામાં ખાઓ છો દહીં તો જાણો તેનાથી થતા નુકસાન, આ 5 લોકોએ ભૂલથી પણ દહીંનું સેવન ન કરવું જોઈએ

|

May 16, 2024 | 8:00 PM

ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ દહીંનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. પણ આ 5 લોકોએ તો દહીંનું સેવન કરતા પહેલા વિચારવું જોઈએ. તો ચાલો જાણીએ દહીં ખાવાના ગેરફાયદા...

1 / 7
ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ આહારમાં દહીંનો સમાવેશ કરવાની સલાહ આપે છે. દહીંમાં ઠંડકની અસર હોય છે જે ગરમીથી બચાવવામાં મદદરૂપ થાય છે. દહીં પાચન, રોગપ્રતિકારક શક્તિ, આંતરડાના સ્વાસ્થ્ય અને અન્ય ઘણા ફાયદાઓ માટે જાણીતું છે, પરંતુ તેનું વધુ પડતું સેવન તમારા માટે  સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે આ હેલ્ધી ડેરીનું વધુ પડતું સેવન કરો છો તો જાણી લો દહીંની કેટલીક આડ અસરો વિશે.

2 / 7
દહીંમાં કેલરી અને ચરબી હોય છે જે વજન વધારી શકે છે. જો તમે વજન ઘટાડવા માટે ડાયટ પર છો તો લો ફેટ દહીંનું સેવન કરવું જોઈએ.

3 / 7
દહીંમાં લેક્ટોઝ હોય છે, જે લેક્ટોઝ ઇન્ટોલરન્સ લોકો માટે હાનિકારક હોઈ શકે છે. તેથી તમારે દહીંનું સેવન ટાળવું જોઈએ.

4 / 7
દહીંમાં કેલ્શિયમનું હાઈ લેવલ કિડનીની સમસ્યામાં વધારો કરી શકે છે. તેથી જો તમને કિડની સંબંધિત સમસ્યા છે તો ભૂલથી પણ દહીંનું સેવન ન કરો.

5 / 7
દહીંનું વધુ પડતું સેવન મગજની કામ કરવામાં અસર કરી શકે છે.

6 / 7
દહીંમાં ઠંડકની અસર હોય છે, જે અસ્થમાના દર્દીઓ માટે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

7 / 7
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Photo Gallery