
સાંજનો રળિયામણો સમય શાંતિનો અને આરામનો હોય છે. હવે એવા સમયે જો તમે આ 5 કામ કરો છો તો તમારી અંદર નકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી જીવનમાં મુશ્કેલી આવે છે અને માનસિક અશાંતિ અનુભવાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે કેટલાંક કામો ન કરવા જોઈએ, કેમ કે આ કામો કરવાથી નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને જીવનમાં અશાંતિ છવાઈ જાય છે.

કચરો વાળવો: સાંજના સમયે કચરો વાળવાથી ઘરની ઉર્જા ભંગ થાય છે. માન્યતા અનુસાર, સાંજના સમયે કચરો વાળવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી અને આર્થિક સમસ્યા વધી જાય છે.

વાળ અને નખ કાપવા: સાંજના સમયે વાળ કે નખ કાપવાથી શરીરની ઉર્જામાં ઘટાડો થાય છે. આ સિવાય માનસિક અશાંતિ અને સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં વધારો થાય છે.

ઘરની સફાઇ કરવી: સાંજના સમયે ઘર સાફ કરવામાં આવે છે તો ઘરમાં રહેલ સકારાત્મક ઉર્જામાં ઘટાડો થાય છે. આ સમય આરામ કરવાનો અને પૂજા પાઠ કરવાનો હોય છે. એવામાં જો તમે સાંજના સમયે ઘર સાફ કરવા કાઢો છો, તો તેનાથી ઘરમાં તણાવનો માહોલ ઊભો થાય છે.

ઘરનો પ્રવેશદ્વાર: સાંજના સમયે ઘરનો મુખ્ય દરવાજો બંધ રાખવાથી માં લક્ષ્મી નિરાશ થાય છે અને ઘરની આવકમાં ઘટાડો થાય છે.

ધારદાર વસ્તુનો ઉપયોગ: સાંજના સમયે ચપ્પુ અને કાતર જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી માનસિક અશાંતિ અનુભવાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે.