Mutual Fund : મ્યુચ્યુઅલ ફંડ છે કે રુપિયા છાપવાનું મશીન ? 10 લાખના બનાવ્યા છે 7.26 કરોડ રુપિયા
દેશમાં ઘણા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને જબરદસ્ત વળતર આપી રહ્યા છે. કેટલાક ફંડ એવા પણ છે જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. આજે અમે એવા જ એક મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે 22 વર્ષમાં 10 લાખ રૂપિયા 7 કરોડથી વધુ રૂપિયામાં ફેરવી દીધા છે.
1 / 7
Mutual Fund : માત્ર કોઈ શેર જ નહીં પરંતુ મ્યુચ્યુઅલ ફંડ પણ રોકાણકારોને કરોડપતિ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. જો તમે લાંબા સમય સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખો છો, તો તે તમને અન્ય મિલકતની તુલનામાં અનેક ગણો લાભ આપી શકે છે. આવું જ એક ફંડ બહાર આવ્યું છે. જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. આ ફંડે રૂપિયા 10 લાખના રોકાણનું મૂલ્ય વધારીને રૂપિયા 7 કરોડથી વધુ કર્યું છે. ચાલો તમને એ પણ જણાવીએ કે આ કયું મ્યુચ્યુઅલ ફંડ છે, જેણે રોકાણકારોને કરોડપતિ બનાવવામાં કોઈ કસર છોડી નથી અને રોકાણકારો માટે પૈસા છાપવાનું મશીન બની ગયું છે.
2 / 7
આ ફંડે કરોડપતિ બનાવ્યા : ICICI પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડ, દેશના સૌથી મોટા મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સમાંના એક, રોકાણકારોને કરોડપતિ બનાવવામાં કોઈ કસર છોડી નથી. ડેટા અનુસાર, જો કોઈ રોકાણકારે 22 વર્ષ પહેલા ICICI પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનું મૂલ્ય 7.26 કરોડ રૂપિયા થઈ ગયું છે.
3 / 7
અર્થલાભ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન તેના બેન્ચમાર્ક એટલે કે નિફ્ટી 200 ટીઆરઆઈમાં સમાન રકમ માત્ર રૂપિયા 3.36 કરોડ હતી. આંકડા દર્શાવે છે કે ICICI પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડમાં 31 ઓક્ટોબર 2002ના રોજ કરાયેલ રૂપિયા 10 લાખના રોકાણે આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી વાર્ષિક 21.58 ટકા ચક્રવૃદ્ધિના દરે વળતર આપ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 200 TRI માં સમાન રોકાણનું વળતર માત્ર 17.39 ટકા રહ્યું છે.
4 / 7
SIP થી આટલો ફાયદો : જો આપણે SIP વિશે વાત કરીએ તો અહીં પણ આ ફંડે રોકાણકારોને સારું વળતર આપ્યું છે. જો રોકાણકારે આ ફંડમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો 22 વર્ષમાં તેનું મૂલ્ય વધીને 2.9 કરોડ રૂપિયા થઈ ગયું હોત. જ્યારે વાસ્તવિક રોકાણ માત્ર 26.4 લાખ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે ફંડે રોકાણકારોને 18.37 ટકાના CAGR પર વળતર આપ્યું છે. સ્કીમના બેન્ચમાર્કમાં આ જ રોકાણે 14.68 ટકાના દરે વાર્ષિક વળતર આપ્યું છે.
5 / 7
અર્થલાભ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ એટલે કે ICICI પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડની AUM 59,495 કરોડ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે આ ફંડ હાઉસ પાસે ઉદ્યોગમાં મલ્ટિ-એસેટ ફાળવણીના કુલ AUMના લગભગ 48 ટકા છે. મતલબ કે રોકાણકારોએ આ સ્કીમ પર ઘણો વિશ્વાસ કર્યો છે.
6 / 7
શું કહે છે નિષ્ણાતો? : ICICI પ્રુડેન્શિયલ AMCના MD અને CEO નિમેશ શાહ કહે છે કે ફંડની રુપિયા વધારવાની જર્ની વિવિધ એસેટ ક્લાસમાં શિસ્તબદ્ધ એસેટ એલોકેશનની શક્તિનો મજબૂત પુરાવો છે. આ અભિગમથી અમારા રોકાણકારોને લાંબા ગાળે નફાકારક રોકાણ પરિણામો સાથે ફાયદો થયો છે. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડમાં અમે ઇક્વિટી, ડેટ અને કોમોડિટીમાં ફંડ મેનેજર્સનો સમાવેશ કરતી સમર્પિત ટીમની કુશળતા પર આધાર રાખીએ છીએ.
7 / 7
(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.)