World Hypertension Day : મહિલાઓ અને યુવાનોમાં વધી રહ્યું છે હાઇપરટેન્શનનું પ્રમાણ, અમદાવાદના કાર્ડિયોલોજીસ્ટે જણાવ્યા કારણ

World Hypertension Day : હોર્મોનલ ફેરફાર, પીસીઓએસ (પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ) અને ભાવનાત્મક તણાવ જેવી સામાજિક અને શારીરિક પરિસ્થિતિઓને કારણે મહિલાઓમાં હાઇપરટેન્શનનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને યુવાન મહિલા વર્ગમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

| Updated on: May 16, 2025 | 8:34 PM
4 / 7
અપોલો હોસ્પિટલ્સના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. જયેશ પ્રજાપતિએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં ભોજનની આદતો આ સમસ્યામાં વધારો કરે છે. પ્રોસેસ્ડ, હાઇ-સોડિયમ ફૂડ હવે પરંપરાગત ઘરે બનાવેલા ભોજનનું સ્થાન લઇ રહ્યાં છે. વિશેષ કરીને વર્કિંગ પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓમાં અપૂરતાં હાઇડ્રેશન અને અનિયમિત ભોજનના શિડ્યૂલથી જોખમ વધી રહ્યું છે. ચિંતાજનક વાત એ છે કે ઘણા વ્યક્તિઓને થાક, માથાનો દુખાવો અથવા ગભરામણ જેવાં લક્ષણોનો અનુભવ ન થાય ત્યાં સુધી ખ્યાલ પણ નથી આવતો કે તેઓ હાયપરટેન્સિવ છે.

5 / 7
અપોલો હોસ્પિટલ્સ દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા હેલ્થ ઓફ ધ નેશનલ રિપોર્ટ 2025 પણ આ પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. રિપોર્ટ મૂજબ અમદાવાદમાં 15,172 વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરાયું હતું, જેમાંથી 24.4 ટકા હાઇપરટેન્સિવ અને 51.9 ટકા પ્રી-હાઇપરટેન્શિવ કેટેગરીમાં જોવા મળ્યાં હતાં. માત્ર 23.7 ટકાનું બ્લડ પ્રેશર નોર્મલ હતું.

6 / 7
ડોક્ટરો નિવારણ અને મેનેજમેન્ટ માટે એકીકૃત અભિગમની સલાહ આપે છે. જરૂર હોય તો દવાની સાથે-સાથે યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓથી મધ્યમથી ઉચ્ચ હાઇપરટેન્શનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. નિયમિત કસરત, મીઠું અને ખાંડની નીચી માત્રા સાથે સંતુલિત આહાર અને નિયમિત ચેક-અપ બ્લડ પ્રેશરને નોર્મલ લિમિટમાં રાખવા માટે જરૂરી છે.

7 / 7
ડો. દાણીએ ઉમેર્યું હતું કે, હાઇપરટેન્શનનું વહેલું નિદાન કરાય તો તેને મેનેજ કરી શકાય છે. આ વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે અમે વિશેષ કરીને મહિલાઓ અને યુવાનો સહિતના વ્યક્તિઓને કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થને પ્રાથમિકતા આપવા તથા ગંભીરતાથી નિવારક પગલાં ભરવા વિનંતી કરીએ છીએ, કે જેમને જોખમ હોઇ શકે છે.

Published On - 6:44 pm, Fri, 16 May 25