Hug ના કેટલા પ્રકાર છે ? તમે નહીં જાણતા હોવ હગ કરવાના આ 4 ચોંકાવનારા ફાયદા વિશે

હગ ડે પર હગના વિવિધ પ્રકારો અને તેના અર્થ સમજો. આ લેખ તમને જણાવશે કે કેવી રીતે દરેક Hug - પછી ભલે તે મૈત્રીપૂર્ણ, રોમેન્ટિક કે ટાઇટ હોય - પ્રેમ, સુરક્ષા કે સાંત્વના વ્યક્ત કરે છે.

| Updated on: Feb 12, 2026 | 5:02 PM
1 / 9
હગ ડે દર વર્ષે 12 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને યુગલો માટે ખૂબ જ રોમેન્ટિક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક વ્યક્તિ અલગ રીતે આલિંગન કરે છે અને દરેક હગનો પોતાનો એક ખાસ અર્થ અને લાગણી હોય છે? આ લેખમાં આપણે જાણીશું કે હગના કેટલા પ્રકાર હોય છે અને દરેક શું સંદેશ આપે છે.

2 / 9
વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ હગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહનો સૌથી ભાવનાત્મક અને લાગણીસભર દિવસ ગણાય છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોને ગળે લગાવીને પોતાના મનની લાગણીઓ વ્યક્ત કરે છે. હગ ફક્ત રોમાંસ સુધી સીમિત નથી, પરંતુ તે શબ્દો વિના પ્રેમ, લાગણી, સાંત્વના અને પોતાનાપણું વ્યક્ત કરવાની એક સુંદર રીત છે.ક્યારેક હગ પ્રેમનો સંકેત હોય છે, ક્યારેક તે સુરક્ષા અને વિશ્વાસની લાગણી આપે છે, તો ક્યારેક ફક્ત એટલું જ કહે છે કે “હું તમારી સાથે છું”. એક નાનું આલિંગન પણ ઘણી વખત એવા ભાવ વ્યક્ત કરી દે છે, જે શબ્દોમાં કહવું મુશ્કેલ હોય છે.

3 / 9
વિજ્ઞાન મુજબ, હગ તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને મનને શાંતિ આપે છે. તે હૃદયને ખુશ રાખે છે અને સંબંધોને મજબૂત બનાવે છે. પરંતુ દરેક આલિંગનનો અર્થ એકસરખો હોતો નથી. કોઈ આલિંગન મિત્રતા દર્શાવે છે, કોઈ પ્રેમ, તો કોઈ સુરક્ષા અથવા ક્ષમાની ભાવના વ્યક્ત કરે છે. હગ ડેના આ ખાસ અવસરે, ચાલો જાણી લઈએ આલિંગનના વિવિધ પ્રકારો અને તેમનો અર્થ.

4 / 9
Friendly Hug : મૈત્રીપૂર્ણ હગ મિત્રો વચ્ચે જોવા મળે છે. તેનો અર્થ છે કે “હું તમને મિત્ર તરીકે માન આપું છું”. આ હગ વિશ્વાસ, નજીકપણું અને સરળ સંબંધ દર્શાવે છે.

5 / 9
Tight Hug : જ્યારે કોઈ તમને ખૂબ ટાઇટ રીતે ગળે લગાવે છે, ત્યારે તે ઊંડા પ્રેમ, ચિંતા અને લાગણીસભર જોડાણ દર્શાવે છે. આવું આલિંગન સામાન્ય રીતે લાંબા સમય પછી મળતાં અથવા ભાવનાત્મક ક્ષણોમાં જોવા મળે છે.

6 / 9
Side થી કરવામાં આવતું હગ થોડું સંયમિત પરંતુ મધુર હોય છે. તેનો અર્થ છે કે “હું તમારી સાથે છું, પરંતુ તમારી સીમાઓનું માન રાખું છું”. આ હગ ઘણીવાર ઓફિસના સહકર્મચારીઓ, કોલેજના મિત્રો અથવા જાહેર સ્થળોએ જોવા મળે છે.

7 / 9
Romantic Hug : આ હગ પ્રેમી યુગલો વચ્ચે થાય છે. તે પ્રેમ, આકર્ષણ અને ભાવનાત્મક જોડાણનું પ્રતિક છે. આ હગ માટે શબ્દોની જરૂર નથી, કારણ કે લાગણીઓ પોતે જ બધું કહી જાય છે. તે તણાવ ઘટાડે છે અને મનમાં શાંતિ લાવે છે.

8 / 9
Bear Hug : આ હગમાં વ્યક્તિ ખૂબ જ ચુસ્તપણે ગળે લગાવે છે. આ હગ નિર્દોષ પ્રેમ, અપાર ખુશી અને ગાઢ લાગણી દર્શાવે છે. બાળકો અથવા ખૂબ નજીકના લોકો સામાન્ય રીતે આવું હગ આપે છે.

9 / 9
Back Hug : પાછળથી કરવામાં આવતું હગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તે આશ્ચર્ય, સુરક્ષા અને રોમાંસનું પ્રતિક છે. આવું હગ બતાવે છે કે તમે સામેની વ્યક્તિ માટે ખરેખર ખૂબ જ ખાસ છો.

Published On - 5:01 pm, Thu, 12 February 26