
રસોડામાં ગેસનો ઉપયોગ જેટલો જરૂરી છે એટલી જ તેની સુરક્ષા પણ મહત્વપૂર્ણ હોય છે. ગેસ લીક થવાની સ્થિતિમાં થોડી પણ બેદરકારી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

સિલિન્ડર ફાટવાના કારણે અકસ્માત થાય છે, આમાં મુખ્ય કારણ બેદરકારી અને ગેસ લીકેજ હોય છે.

ગેસ લીકેજ થાય તો તાત્કાલિક ગેસ રેગ્યુલેટર બંધ કરવું જોઈએ. ગેસ બહાર નીકળી જાય તે માટે બધી બારીઓ અને દરવાજા ખોલી દેવા.

કોઈપણ ઇલેક્ટ્રિક સ્વિચ, પંખો કે ઉપકરણનો ઉપયોગ કરવો નહીં. માચિસ, લાઇટર અથવા ચિંગારી પેદા કરી શકે તેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરવો નહીં.

સુરક્ષિત જગ્યાએ જઈ અને ગેસ એજન્સી અથવા ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને જાણ કરવી જોઈએ. આગ લગાવીને ગેસ લીક ચેક કરવાનો પ્રયાસ ક્યારેય કરવાનો નહીં.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.