
સોજાની સમસ્યામાં રાહત આપે છે : કેટલાક લોકોને સવારે ઉઠ્યા બાદ સ્કીન પર સોજા આવવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં દરરોજ રાત્રે સૂતા પહેલા આ ક્રીમથી સારી રીતે માલિશ કરો. વાસ્તવમાં ઘી બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે જે તમારા ચહેરાના સોજાને ઓછો કરશે. સોજો ઓછો કરવા માટે તેને દરરોજ રાત્રે લગાવો અને સવારે ઉઠ્યા પછી તમારા ચહેરાને ધોઈ લો અને તેને કોટનના કપડાથી સાફ કરો, આમ કરવાથી થોડા દિવસોમાં તમને રાહત મળશે સોજાની સમસ્યામાંથી તમને રાહત મળશે.

ડાઘ થશે ઓછા : તમારા ચહેરા પરના ડાઘ ઘટાડવા માટે, દરરોજ રાત્રે સૂતા પહેલા આ ક્રીમનો ઉપયોગ કરો. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ત્વચાના ડાઘ-ધબ્બા ઘટાડવામાં મદદ કરે છે.

ચેપથી છુટકારો મેળવો : ઘીમાંથી બનેલી નાઈટ ક્રીમ લગાવવાથી ચહેરાના ઈન્ફેક્શનથી છુટકારો મેળવી શકાય છે. તેનાથી ચહેરાની શુષ્કતા અને લાલાશ પણ ઓછી થાય છે. આ ઉપરાંત કુદરતી ચમકતી ત્વચા માટે તમારે દરરોજ ઘીમાંથી બનેલી નાઇટ ક્રીમનો ઉપયોગ કરવો જ જોઇએ. (નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)