
બીયર બનાવવાની પદ્ધતિ પર નજર કરવામાં આવે તો. માલ્ટ પકવવા માટે પાણીને 70°C સુધી ગરમ કરો અને તેમાં માલ્ટ ઉમેરો. ખાંડ બહાર આવે તે માટે તેને ધીમા તાપે 1 કલાક ઉકળવા દો.

માલ્ટ પકવ્યા પછી, તેમાં હોપ્સ ઉમેરો અને 30 મિનિટ સુધી ઉકળવા દો. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. આ બાદ આથો લાવવાની તૈયારી કરો. ઠંડુ કરેલું મિશ્રણ ફરમેન્ટેનશન પાત્રમાં રેડો. બાદમાં ખાંડ અને યીસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બાદમાં કન્ટેનરને એરલોકથી બંધ કરો.

કન્ટેનરને 7-10 દિવસ માટે ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખો. યીસ્ટના કારણે પરપોટા બનશે, જે પ્રક્રિયાનો એક ભાગ છે. બાદમાં જ્યારે પરપોટા બંધ થઈ જાય, ત્યારે ધીમે ધીમે બિયરને બોટલોમાં રેડો. કાર્બોનેશન થવા દેવા માટે બોટલોને 7 દિવસ સુધી રાખો.

તમારી ઘરે બનાવેલી બીયર હવે તૈયાર છે! તેને ફ્રીજમાં ઠંડી કરી તેનો આનંદ માણી શકો છો. પરંતુ બીયર બનાવ્યા પહેલા બધા સાધનો સંપૂર્ણપણે સાફ અને સેનિટાઇઝ કરેલા હોવા જોઈએ. યોગ્ય તાપમાન અને સમય ધ્યાનમાં રાખો.

નોંધ: દારૂનું વધુ માત્રામાં સેવન કરવું નુકસાન કારક છે. આ રેસીપી ફક્ત આપની જાણકારી માટે છે. કેટલાક રાજ્યોમાં દારૂ બનાવવો કે વેચવો અથવા પીવો પ્રતિબંધિત છે. તેથી સૌ પ્રથમ, તમારા દેશમાં કે રાજ્યમાં વાઇન ઉત્પાદનના નિયમો વિશે જાણો. નહિતર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. (All Photos - Canva)