1 / 6
તમારી પ્રોફાઇલને લોક કરીને તમારા Facebook એકાઉન્ટમાં વધુ ગોપનીયતા ઉમેરવા માંગો છો? તમારી પ્રોફાઇલને લૉક કરવાથી, જે લોકો તમારી Facebook ફ્રેન્ડની લિસ્ટમાં નથી તેઓ ફક્ત તમારી પ્રોફાઇલની લિમીટેડ વ્યૂ જ જોઈ શકશે. ફોટો અને પોસ્ટ્સ, પ્રોફાઈલ પિક્ચર અને કવર ફોટો, સ્ટોરીઝ અને નવી પોસ્ટ્સ લૉક કરેલી પ્રોફાઈલ ટાઈમલાઈન પર ફક્ત ફ્રેન્ડ લિસ્ટમાંના લોકોને જ દેખાશે. વધુમાં, તમારી 'સાર્વજનિક' પોસ્ટ્સ હવે સાર્વજનિક રહેશે નહીં અને ફક્ત મિત્રોને જ જોઈ શકશે.