માત્ર સ્ક્રીનશોટ જોઈને છેતરાશો નહીં ! ફેક UPI એપ્સથી થઈ રહ્યો છે મોટો ફ્રોડ, બચવા માટે આપનાવો આ 5 ટિપ્સ

આજકાલ UPIનો ઉપયોગ કરીને ચુકવણી કરવી લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. ચાની દુકાન પર ચૂકવણી કરવી હોય, મિત્રો સાથે બિલ શેર કરવું હોય કે ઓનલાઈન ખરીદી કરવી હોય UPIથી પૈસા સેકન્ડોમાં ટ્રાન્સફર કરી શકાય છે.

| Updated on: Aug 14, 2026 | 11:40 AM
1 / 8
UPIનો ઉપયોગ વધતાં, ઓનલાઈન છેતરપિંડીની નવી પદ્ધતિઓ પણ ઉભરી રહી છે. હવે છેતરપિંડી કરનારાઓ નકલી UPI એપ્સ બનાવી રહ્યા છે જે બિલકુલ વાસ્તવિક જેવી જ દેખાય છે. જે લોકોને ચૂકવણીના ખોટા આશ્વાસન આપે છે. આવી સ્થિતિમાં, કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. (Image Source | iStock)

2 / 8
છેતરપિંડી માટે બનાવેલી નકલી UPI એપ્સ વાસ્તવિક જેવી જ દેખાઈ શકે છે. છેતરપિંડી કરનારાઓ Google Pay, PhonePe અને Paytm જેવી નકલી એપ્સનો ઉપયોગ કરી શકે છે. આ એપ્સ ચુકવણી કર્યા પછી સ્ક્રીન પર મેસેજ અને નોટિફિકેશન આપે છે. નાના દુકાનદારો, વેપારીઓ અને મજૂરોને આવા ફેક પેમેન્ટ દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. (Image Source | iStock)

3 / 8
છેતરપિંડી કરનારાઓ કોઈ દુકાન અથવા વ્યક્તિનો QR કોડ સ્કેન કર્યા બાદ ફેક પેમેન્ટ સ્ક્રીન બતાવી શકે છે. ફોનમાં પેમેન્ટ સફળ થયું હોય તેવો મેસેજ અને નોટિફિકેશન પણ બતાવે છે, જેના કારણે સામેની વ્યક્તિને લાગે છે કે પૈસા મળી ગયા છે. પરંતુ હકીકતમાં રકમ બેંક ખાતામાં જમા થતી નથી. તેથી કોઈપણ પેમેન્ટના સ્ક્રીનશોટ અથવા સાઉન્ડ નોટિફિકેશનને અંતિમ પુરાવો માનવો નહીં. (Image Source | Magnific)

4 / 8
પૈસા મળ્યા બાદ પોતાના UPI એપના બેલેન્સ અથવા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં જઈને રકમની જાતે ચકાસણી કરવી. બેંક સ્ટેટમેન્ટમાં પણ તપાસ કરી શકાય છે. જો ટ્રાન્ઝેક્શન દેખાતું ન હોય તો પેમેન્ટ થઈ ગયું હોવાનું માનીને સામાન અથવા સેવા આપવામાં ઉતાવળ કરવી નહીં. ફેક પેમેન્ટના કિસ્સામાં નુકસાનથી બચવા માટે આ સૌથી મહત્વપૂર્ણ સાવચેતી છે. (Image Source | Magnific)

5 / 8
UPI PIN ક્યારેય કોઈની સાથે શેર કરવો નહીં. UPI PINનો ઉપયોગ પૈસા મોકલવા માટે થાય છે. પૈસા મેળવવા માટે નહીં. કોઈ અજાણી લિંક પર ક્લિક કરવાનું અથવા પૈસા રિસીવ કરવાના નામે UPI PIN દાખલ કરવાનું ટાળવું જોઈએ. પેમેન્ટ કરતા પહેલાં રિસીવરના નામ અને UPI IDની પણ ધ્યાનપૂર્વક ચકાસણી કરવી મહત્વપૂર્ણ છે. (Image Source | iStock)

6 / 8
UPI એપ ડાઉનલોડ કરતી વખતે માત્ર Google Play Store અથવા App Store જેવા સત્તાવાર પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ શંકાસ્પદ લિંક અથવા વધારે કેશબેકના લોભમાં આવીને એપ ડાઉનલોડ કરવી નહીં. પેમેન્ટ માટે જાહેર Wi-Fiનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ફોન અને UPI એપ પર લોક અથવા બાયોમેટ્રિક સુરક્ષા રાખવી પણ ઉપયોગી છે. (Image Source | Magnific)

7 / 8
UPI ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી નિયમિત રીતે ચેક કરવી જોઈએ. જો કોઈ અજાણ્યું અથવા શંકાસ્પદ પેમેન્ટ દેખાય, તો તરત બેંકને તેની જાણ કરવી જોઈએ. જો તમે સાયબર ફ્રોડનો શિકાર બન્યા હય તો 1930 પર કોલ કરી શકાય છે અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકાય છે. UPIનો ઉપયોગ ખૂબ જ સરળ અને સુવિધાજનક છે, પરંતુ દરેક પેમેન્ટની જાતે પુષ્ટિ કરવી અને નાની-નાની સુરક્ષા સાવચેતીઓ રાખવી ખૂબ જરૂરી છે. (Image Source | Magnific)

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | Magnific)

Follow Us
Loading...
Unable to load recommendations.