સાવધાન ! વરસાદમાં ભીંજાયા પછી તરત ACમાં બેસવું કેટલું સુરક્ષિત? જાણો આવામાં શું કરવું

વરસાદમાં ભીંજાયા બાદ ACમાં બેસતા પહેલાં કેટલીક સાવચેતીઓ રાખવી જરુરી છે જો બને તો ACમાં ના જ બેસવું પણ તેમ છત્તા તમે ઓફીસમાં કોઈ અન્ય સ્થળ પર હોવ જ્યાં AC ચાલુ જ રહેતુ હોય તો કેટલીક સાવધાનીઓ રાખીને તમે બીમાર થવાથી બચી શકો છો.

| Updated on: Jul 23, 2026 | 1:18 PM
1 / 6
ચોમાસાની ઋતુમાં વરસાદમાં ભીંજાવું સામાન્ય બાબત છે, પરંતુ ભીંજાયા બાદ તરત જ એર કન્ડિશનર (AC)માં બેસવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભીના શરીર સાથે ઠંડા વાતાવરણમાં જવાથી શરીરનું તાપમાન અચાનક ઘટે છે, જેના કારણે શરદી, ઉધરસ, તાવ અને સ્નાયુઓમાં જકડાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

2 / 6
ભીંજાયા બાદ ACમાં બેસતા પહેલાં કેટલીક સાવચેતીઓ રાખવી જરુરી છે જો બને તો ACમાં ના જ બેસવું પણ તેમ છત્તા તમે ઓફીસમાં કોઈ અન્ય સ્થળ પર હોવ જ્યાં AC ચાલુ જ રહેતુ હોય તો કેટલીક સાવધાનીઓ રાખીને તમે બીમાર થવાથી બચી શકો છો.

3 / 6
ભીના કપડાં તરત બદલો: વરસાદમાં ભીંજાયા બાદ સૌથી પહેલાં ભીના કપડાં ઉતારીને સૂકા કપડાં પહેરો. સાથે જ વાળને પણ સારી રીતે લુછીને કોરા કરી લો, કારણ કે શરદી સૌથી પહેલા માથું પલડવાથી થાય છે અને આમ જો તમે ભીનું માથું લઈને બેસો છો તો ઠંડી લાગવા લાગશે અને શરદી પણ થઈ જશે.

4 / 6
ACનું તાપમાન 25°Cથી 28°C વચ્ચે રાખો: ભીંજાયા પછી તરત જ ACનું તાપમાન ખૂબ ઓછું (જેમ કે 18°C) ન રાખવું. 25°Cથી 28°C વચ્ચેનું તાપમાન શરીર માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. આમ તમને વધારે ઠંડો પવન નહીં અને અને રૂમ ટેમ્પ્રેચરમાં શરીરને પલડવાથી શરદી નહીં થાય.

5 / 6
ડ્રાય મોડનો ઉપયોગ કરો: ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રૂમમાં ભેજ અનુભવાય છે. આવી સ્થિતિમાં ACને 'કૂલ મોડ'ને બદલે 'ડ્રાય મોડ' પર ચલાવવાથી ભેજ ઘટે છે અને રૂમ વધુ આરામદાયક બને છે.

6 / 6
હૂંફાળું પાણી પીવો: ભીંજાયા બાદ ઠંડું પાણી પીવાનું ટાળો. તેના બદલે હૂંફાળું પાણી જેનાથી તમારા શરીરમાં ગરમાવો રહેશે અને બહારની ઠંડી હવા તમારા શરીરને વધારે અસર નહીં કરે.

Follow Us