
દવા લેતી વખતે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. જો તમે ખોટી ગોળીઓ લઈ રહ્યા છો, તો તે તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. (Image Source | iStock)

તમે ડોક્ટરે લખી આપેલી દવા લઈને આવ્યા છો. ત્યારબાદ જમ્યા પછી દવા લેતી વખતે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. દવા લેતી વખતે કેટલીક ભૂલો ટાળવી પણ જરૂરી છે. દવા લેતી વખતે કેટલું પાણી પીવું જોઈએ, ચાલો જાણીએ. (Image Source | iStock)

નિષ્ણાતોના મતે, દવા લેતી વખતે યોગ્ય માત્રામાં પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ગોળી સરળતાથી પેટ સુધી પહોંચવામાં મદદ મળે છે. જો બીમાર વ્યક્તિ 60 મિલીથી ઓછું પાણી પીવે છે તો ગોળી ગળા અથવા અન્નનળીમાં ફસવાની શક્ચતા રહે છે. (Image Source | iStock)

ગોળી લેતી વખતે પાણીની જગ્યાએ જ્યુસ અથવા અન્ય ઠંડાં પીણાં પીવાનું ટાળવું જોઈએ. દવા સાથે અન્ય પ્રકારનાં પીણાં લેવાથી નુકસાન થઈ શકે છે. દરરોજ નિયમિત દવા લેતા હોવ તો યોગ્ય માત્રામાં પાણી સાથે દવા લેવી જોઈએ. (Image Source | iStock)

કેટલીક દવાઓ લીધા પછી તરત જ સૂઈ જવું પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. કેટલીક દવાઓ અન્નનળીમાં અટવાઈ જવાથી બળતરા અથવા ઈજા થવાની શક્યતા રહે છે. (Image Source | iStock)

દવા લેતી વખતે તેના પેકેટ પર આપવામાં આવેલી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવી મહત્વપૂર્ણ છે. દવા લેતા પહેલાં તેની એક્સપાયરી તારીખ પણ તપાસવી જોઈએ. દવાઓ વિશ્વસનીય મેડિકલ સ્ટોર અથવા ફાર્મસીમાંથી જ ખરીદવી જોઈએ. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. દવા સાથે કેટલું પાણી લેવું તે દવાના પ્રકાર પ્રમાણે અલગ હોઈ શકે છે. દવાના પેકેટ પરની સૂચનાઓ અથવા ડોક્ટર/ફાર્માસિસ્ટની સલાહને પ્રાથમિકતા આપવી. (Image Source | iStock)