RBI પાસે કેટલા મેટ્રિક ટન ‘સોનું’ છે ? દેશના મંદિરો અને ઘરોમાં કેટલું ‘Gold’ છે? સરકારે આપ્યો ‘રસપ્રદ જવાબ’

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ખજાનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે રાજ્યસભામાં દેશના ગોલ્ડ રિઝર્વ અંગે અત્યાર સુધીના સૌથી રસપ્રદ આંકડા જાહેર કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિઝર્વ બેંકે પોતાના સોનાના ભંડારમાં મોટો ફેરફાર કર્યો છે. આ સાથે જ ઘરો અને ધાર્મિક સ્થળોએ પડેલા 'સોના' અંગે પણ સરકારે એક મહત્વની વાત સ્પષ્ટ કરી છે.

| Updated on: Jul 29, 2026 | 3:49 PM
1 / 6
ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે 26 જૂન 2026 સુધી 880.52 મેટ્રિક ટન સોનાનો ભંડાર હતો. આ માહિતી મંગળવારે 28 July ના રોજ સરકારે રાજ્યસભામાં આપી હતી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન RBI ના ગોલ્ડ રિઝર્વમાં થયેલા ફેરફારોની વિગતો પણ શેર કરી હતી.

2 / 6
આપવામાં આવેલા આંકડા અનુસાર, 31 માર્ચ 2023 થી 31 માર્ચ 2025 સુધી રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા નાણાકીય વર્ષમાં ભંડારમાં મામૂલી વધારો નોંધાયો છે. આ સાથે જ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે, રિઝર્વ બેંક સિવાય દેશના ધાર્મિક સ્થળો અને પરિવારો પાસે કેટલું સોનું છે, તેના પર કોઈ અભ્યાસ (Study) કરવામાં આવ્યો નથી.

3 / 6
સરકારના જણાવ્યા અનુસાર, 31 માર્ચ 2023 સુધી RBI પાસે 794.63 ટન સોનું હતું, જે 31 માર્ચ 2024 સુધી વધીને 822.10 ટન થઈ ગયું. આ સમયગાળા દરમિયાન ગોલ્ડ રિઝર્વમાં 27.47 ટનનો વધારો થયો હતો. ત્યારબાદ 31 માર્ચ 2025 સુધી RBI નો ગોલ્ડ રિઝર્વ વધીને 879.58 ટન પર પહોંચી ગયો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 57.48 ટન વધુ હતો.

4 / 6
છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી મોટો વાર્ષિક વધારો હતો. બીજી તરફ, 31 માર્ચ 2026 સુધી RBIનો ગોલ્ડ રિઝર્વ 880.52 ટન રહ્યો, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 0.94 ટન વધુ છે. રાજ્યસભામાં સરકારને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું દેશના ધાર્મિક સ્થળો અને ભારતીય પરિવારો પાસે રહેલા સોનાના જથ્થા અંગે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે કે કેમ?

5 / 6
આના જવાબમાં સરકારે જણાવ્યું કે RBI, Department of Economic Affairs (DEA) અને Ministry of Statistics and Programme Implementation (MoSPI) દ્વારા આ અંગે કોઈ અભ્યાસ કરાવવામાં આવ્યો નથી. રિઝર્વ બેંક દ્વારા ગયા અઠવાડિયાના અંતમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ₹9.79 લાખ કરોડ છે. આમાં અગાઉના અઠવાડિયાની સરખામણીએ ₹23 હજાર કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષમાં ભારતના વિદેશી કમાણી/હૂંડિયામણ ભંડાર (Forex Reserve) માં સોનાનો હિસ્સો બમણો થઈ ગયો છે.

6 / 6
માર્ચ 2026ના અંત સુધીમાં RBIની નેટ ફોરેન એસેટ્સ (NFA) માં સોનાનો હિસ્સો વધીને 17% ની આસપાસ પહોંચી ગયો, જે એક વર્ષ પહેલાં 12% અને માર્ચ 2024 ના અંતે 8.3% હતો. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં આવેલી તેજીના કારણે સોનાના હિસ્સામાં આ નોંધપાત્ર વધારો નોંધાયો છે.

Follow Us