
2010 માં, જ્યારે અંબાણી પરિવાર એન્ટિલિયામાં રહેવા લાગ્યો, તે જ વર્ષે એક અહેવાલ બહાર આવ્યો જેણે બધાને ચોંકાવી દીધા. એક પ્રમુખ મીડિયાના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2010 માં, એન્ટિલિયામાં 6,37,240 યુનિટ વીજળીનો વપરાશ થયો હતો, જેના માટે વીજળીનું બિલ લગભગ ₹70,69,488 આવ્યું હતું. તે સમયે મુંબઈમાં આ સૌથી મોટું રહેણાંક વીજળી બિલ માનવામાં આવતું હતું.

તેની સરખામણીમાં, બધા જરૂરી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ધરાવતું સરેરાશ ભારતીય ઘર એક મહિનામાં લગભગ 300 યુનિટ વીજળી વાપરે છે. તેનો અર્થ એ થયો કે અંબાણી પરિવારનું વીજળી બિલ લગભગ 7,000 સામાન્ય ઘરોના કુલ વીજળી બિલ જેટલું હતું.

રિપોર્ટ અનુસાર, સમયસર ચુકવણી કરવા બદલ અંબાણીને ₹48,354 નું ડિસ્કાઉન્ટ પણ મળ્યું. મતલબ કે 70 લાખ રૂપિયાનો આંકડો ડિસ્કાઉન્ટ પછીનો છે. (અહિં આપેલી માહિતી અલગ અલગ માધ્યમો દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે.tv 9 ગુજરાતી આની પુષ્ટી કરતું નથી)