
જે શેરહોલ્ડર પહેલેથી જ કંપનીના શેર ધરાવે છે તેમને શેરની સંખ્યા મુજબ એક શેરની સામે એક વધારાનો શેર આપવામાં આવશે. ધારો કે બોનસ પહેલાં તમારી પાસે 100 શેર છે, તો બોનસ પછી તે 200 થઈ જશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અગાઉ વર્ષ 1983, 1997, 2009 અને 2017માં શેરધારકોને બોનસ શેર આપ્યા હતા. 1983ની વાત કરીએ તો, તે સમયે કંપનીએ 3:5ના પ્રમાણમાં બોનસ શેર આપ્યા હતા. જ્યારે 1997, 2009 અને 2017માં શેરધારકોને 1:1ના પ્રમાણમાં બોનસ શેર આપવામાં આવ્યા હતા.