એક વ્યક્તિ પોતાના નામે કેટલા બેંક ખાતા ખોલાવી શકે? જાણી લો ‘RBI’ નો આ નિયમ

આજના ડિજિટલ યુગમાં બેંક ખાતું ખોલાવવું ખૂબ જ સરળ બની ગયું છે. આ જ કારણે આજે મોટાભાગના લોકો પાસે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ હોય છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, એક વ્યક્તિ પોતાના નામે કેટલા બેંક ખાતા રાખી શકે?

| Updated on: Jun 08, 2026 | 4:05 PM
1 / 7
આજના જમાનામાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે કે, જેની પાસે બેંક એકાઉન્ટ (Saving Account) ન હોય. કોઈની પાસે 1 તો કોઈની પાસે 2 અથવા તેનાથી વધુ બેંક એકાઉન્ટ હોય છે. આવું એટલા માટે કારણ કે, ભારતમાં બેંકિંગ સિસ્ટમ આજના સમયમાં ખૂબ જ સરળ અને સુલભ બની ગઈ છે. ડિજિટલ ઈન્ડિયાના આ દૌરમાં ઘરે બેઠા મિનિટોમાં નવું બેંક ખાતું ખૂલી જાય છે. આ જ કારણ છે કે, આજના સમયમાં એક જ વ્યક્તિ પાસે ત્રણ, ચાર કે તેથી વધુ બેંક એકાઉન્ટ હોવા એ સામાન્ય વાત બની ગઈ છે.

2 / 7
એવામાં અવારનવાર લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે, ક્યાંક વધુ એકાઉન્ટ રાખવાથી તેઓ કોઈ મુશ્કેલીમાં તો નહીં મૂકાઈ જાય ને? આખરે એક વ્યક્તિ કેટલા બેંક એકાઉન્ટ (Bank Account) રાખી શકે છે અને આના માટે RBI ના નિયમો શું કહે છે?

3 / 7
ભલે સરકાર કે આરબીઆઈ તમને અનલિમિટેડ એકાઉન્ટ ખોલવાની આઝાદી આપે છે પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે, ઘણા બધા એકાઉન્ટ રાખવા હંમેશા ફાયદાકારક જ હોય છે. નાણાકીય નિષ્ણાતો અને બેંકિંગ એક્સપર્ટ્સના મતે, એક સામાન્ય માણસ માટે બે થી ત્રણ બેંક એકાઉન્ટ રાખવા સૌથી આદર્શ માનવામાં આવે છે. આમાંથી એક તમારું સેલેરી કે મુખ્ય બિઝનેસ એકાઉન્ટ હોઈ શકે છે. બીજું રોકાણ કે ઘરના ખર્ચાઓ માટે અને ત્રીજું ઈમરજન્સી ફંડ (Emergency Fund) અથવા લાંબાગાળાની બચત માટે વાપરી શકાય છે.

4 / 7
આનાથી વધુ એકાઉન્ટ હોવા પર ફાયદા ઓછા અને મુશ્કેલીઓ વધુ વધવા લાગે છે, જેને મેનેજ કરવું કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે માથાનો દુખાવો બની શકે છે. વધુ બેંક એકાઉન્ટ રાખવાનું સૌથી મોટું નુકસાન 'મિનિમમ બેલેન્સ' (Minimum Balance) મેન્ટેન કરવાનું છે.

5 / 7
આજના સમયમાં લગભગ દરેક કોમર્શિયલ અને પ્રાઇવેટ બેંકમાં ખાતું ચાલુ રાખવા માટે એક ચોક્કસ લઘુત્તમ રકમ (ન્યૂનતમ રાશિ) રાખવી અનિવાર્ય હોય છે. જો તમારી પાસે 5-6 એકાઉન્ટ હોય અને તમે બધામાં મિનિમમ બેલેન્સ ન રાખી શકો, તો બેંક તમારા પર ભારે પેનલ્ટી (દંડ) લગાવવાનું શરૂ કરી દે છે. આનાથી તમારી મહેનતની કમાણીના પૈસા કોઈ પણ કારણ વગર કપાતા રહે છે. આ સિવાય, દરેક બેંક એકાઉન્ટ સાથે મળતા ડેબિટ કાર્ડ (ATM Card)નો વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ, એસએમએસ એલર્ટ ફી અને અન્ય છુપા ચાર્જ પણ તમારે દર વર્ષે ચૂકવવા પડે છે, જે તમારા ગજવા પર વધારાનો બોજ નાખે છે.

6 / 7
બીજી એક ગંભીર સમસ્યા જે વધુ એકાઉન્ટ હોવા પર આવે છે, તે છેતરપિંડી કે સાયબર ક્રાઈમનો ખતરો અને ખાતાઓનું 'ઇનએક્ટિવ' (Inactive) ને લઈને છે. એવામાં જ્યારે આપણી પાસે ઘણા બધા એકાઉન્ટ હોય છે, ત્યારે આપણે તે બધાના ટ્રાન્ઝેક્શન પર નિયમિત રૂપે નજર નથી રાખી શકતા. જો કોઈ ખાતામાં લાંબા સમય સુધી (સામાન્ય રીતે 2 વર્ષ કે તેથી વધુ) કોઈ લેવડ-દેવડ ન કરવામાં આવે, તો બેંક તેને 'ડોર્મન્ટ' (Dormant) કે નિષ્ક્રિય જાહેર કરી દે છે.

7 / 7
આવા નિષ્ક્રિય ખાતાઓનો દુરુપયોગ થવાની સંભાવના ઘણી વધી જાય છે. સાથે જ, જ્યારે તમે તમારું ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરો છો, ત્યારે તમારે તમારા બધા બેંક ખાતાઓની માહિતી અને તેનાથી મળતા વ્યાજ (Interest Income)ની સાચી વિગતો આપવી પડે છે. ખાતાઓની સંખ્યા જેટલી વધારે હશે, ટેક્સ ફાઇલિંગ વખતે કાગળિયાની કાર્યવાહી અને ગરબડ થવાની આશંકા એટલી જ વધારે રહેશે.

Follow Us