વજન ઘટાડવું છે? જાણો દિવસમાં કેટલી રોટલી અને ભાત ખાવો જોઈએ!

વજન ઘટાડવા માટે આખા દિવસ દરમિયાન કેટલી કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ લેવામાં આવે છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. જોકે, દરેક વ્યક્તિની કેલરીની જરૂરિયાત તેની ઉંમર, વજન, ઊંચાઈ, લિંગ, મેટાબોલિઝમ અને શારીરિક પ્રવૃત્તિ પર આધારિત હોય છે.

| Updated on: Aug 27, 2026 | 12:48 PM
1 / 6
નિષ્ણાતોના મતે, વજન ઘટાડવા માટે, સ્ત્રીઓએ દિવસમાં 3થી 4 રોટલી ખાવી જોઈએ. જ્યારે પુરુષો દિવસમાં 5થી 6 રોટલી ખાઈને વજન ઘટાડી શકે છે. (Image Source | iStock)

2 / 6
વજન ઘટાડવા માટે, તમારા ડાયટમાં વધુ સલાડ અને લીલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો. ભોજન કર્યા બાદ અડધો કલાક ચાલવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

3 / 6
ભાતની વાત કરીએ તો, સ્ટ્રિક ડાયટ પ્લાનમાંથી સફેદ ચોખાને સંપૂર્ણપણે દૂર કરવા જોઈએ. તમે બ્રાઉન રાઈસ અથવા બ્લેક રાઈસનો ઉપયોગ કરી શકો છો. (Image Source | iStock)

4 / 6
નિષ્ણાતોના મતે, જે લોકો ભાત વગર રહી નથી શકતા તેમના માટે દિવસમાં એક વાટકી ભાત ખાવો પૂરતો હોય છે. વધુ પડતો ભાત ખાવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે. બ્રાઉન રાઇસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. તેથી સફેદ ભાતને બદલે બ્રાઉન રાઇસનો વિકલ્પ પસંદ કરી શકો છો. (Image Source | iStock)

5 / 6
સામાન્ય રીતે ભાત અને રોટલી પ્રમાણ ઓછું કરવું જોઈએ. તેના બદલે, દાળ, શાકભાજી, સૂપ અને સલાડનું પ્રમાણ વધારવું જોઈએ. રોટલી બનાવવા માટે સફેદ લોટને બદલે મલ્ટિગ્રેઇન લોટનો ઉપયોગ કરો. લોટમાં ફાઇબરનું પ્રમાણ જાળવી રાખો. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. નિષ્ણાત અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.