
સામાન્ય રીતે 2000થી 5000 કિલોમીટર પછી બાઇકનું એન્જિન ઓઇલ બદલવું જોઈએ. યોગ્ય સમય તમારી બાઈક અને ઉપયોગમાં લેવાતા ઓઇલના પ્રકાર પર આધાર રાખે છે.

મિનરલ ઓઇલ વહેલું બદલવું પડે છે. જ્યારે સિન્થેટિક ઓઇલ વધુ અંતર સુધી ચાલી શકે છે. એન્જિન ઓઇલ એન્જિનના પાર્ટ્સને ઘસાવાથી બચાવે છે.

જૂનું ઓઇલ એન્જિનની કામગીરીને ઘટાડી શકે છે. સમયસર ઓઇલ બદલવાથી બાઇકના માઇલેજ સુધારવામાં મદદ મળે છે. બાઇકની સર્વિસ બુકમાં આપેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ.

કાર પેટ્રોલ પર હોય કે ડીઝલ પર કંપનીઓ કહે છે કે દર વર્ષે અથવા તો 10 હજાર કિલોમીટર પછી જે પણ વહેલો સમય આવતો હોય તેમાં એન્જિન ઓઇલ બદલવું જોઈએ.

ક્યારેક એવું બને છે કે લોકોને ખ્યાલ પણ નથી હોતો અને કાર 10 હજાર કિલોમીટર પછી પણ દોડતી રહે છે. આ ભૂલને કારણે વાહનના એન્જિન અને માઇલેજ પર ખરાબ અસર પડી શકે છે. યોગ્ય સમયે બાઇક અને કારનું એન્જિન ઓઇલ બદલવું જોઈએ.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.