ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 278 દિવસ સુધી અવકાશમાં ફસાયેલા રહ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા. અવકાશયાત્રીઓ તેમના પરત આવ્યા બાદથી રીકવરી મોડમાં છે. દરમિયાન, મંગળવારે, બંને અવકાશયાત્રીઓ પ્રથમ વખત મીડિયાની સામે આવ્યા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. સુનીતા વિલિયમ્સે કહ્યું કે પૃથ્વી પર પાછા આવીને તેને સારું લાગે છે.
મીડિયા પર્સનનો સવાલઃ ભારત અવકાશમાંથી કેવું દેખાય છે? અને અનુભવ કેવો રહ્યો? આના પર સુનીતા વિલિયમ્સે જવાબ આપ્યો કે ભારત એક શાનદાર દેશ છે. રાત અને દિવસ દરમિયાન ભારતને જોવું એ અકલ્પનીય અનુભવ હતો.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયેલા નાસાના અવકાશયાત્રી અને ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ 286 દિવસ પછી 19 માર્ચે પૃથ્વી પર પાછા ફર્યા હતા.
અવકાશમાંથી ભારતને જોવું કેવુ રહ્યું?સુનીતાએ જવાબ આપ્યો કે અંતરિક્ષમાંથી ભારતને જોવું અદ્ભુત છે. જ્યારે પણ અમે હિમાલય ઉપરથી પસાર થયા ત્યારે, બૂચે હિમાલયના અદ્ભુત અને શાનદાર તસવીરો લીધી. અવકાશમાંથી હિમાલયનો નજારો અદભૂત છે. ત્યાંથી જોતાં એવું લાગતું હતું કે ભારતમાં મોજાં ઊછળી રહ્યાં છે અને નીચે તરફ વહી રહ્યાં છે. જ્યારે તમે ભારતને આટલી ઊંચાઈથી જોશો તો તમને ભારતના અનેક રંગો જોવા મળશે.
સુનીતા વિલિયમ્સે કહ્યું કે તે ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. મીડિયાના સવાલ પર સુનીતાએ કહ્યું કે હું મારા પિતાના દેશ ભારતમાં ચોક્કસ આવીશ. તેમણે Axiom મિશનમાં ભારતની ભાગીદારીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે.
સુનિતા કોને મળવા માંગે છે? સુનિતા વિલિયમ્સે ભારતના અવકાશ કાર્યક્રમની પણ પ્રશંસા કરી છે, અને કહ્યું છે કે તે ગગનયાન મિશનનો ભાગ છે તેવા ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળવા માટે ઉત્સુક છે અને ટૂંક સમયમાં જ અન્ય ખાનગી સ્પેસ પ્રોગ્રામ - Axiom-4 પર અવકાશમાં ઉડાન ભરશે.