
જો તમારા મકાન માલિક એગ્રીમેન્ટમાં નક્કી કરાયેલ ચાર્જથી વધુ ભાડું લે છે કે, અન્ય રીતે પરેશાન કરે છે. તો તમે આ વિશે કલેક્ટર ઓફિસમાં રેન્ટ કંટ્રોલ ડિવીઝનમાં લેખિત રુપથી ફરિયાદ કરી શકો છો. લેખિત ફરિયાદ કરતી વખતે તમારે પોતાની ઓળખ પણ બતાવવી પડશે.

બધાના મનમાં એક સવાલ એ પણ આવે છે કે, શું મકાન માલિક ઈચ્છા થાય ત્યારે ભાડુઆતને ઘર ખાલી કરાવી શકે છે. તો તમને જણાવી દઈએ કે, રેન્ટ કંટ્રોલ એક્ટ મુજબ કારણ વગર મકાનમાલિક ઘર ખાલી કરાવી શકતો નથી. ઘર ખાલી કરાવતા પહેલા મકાનમાલિક ભાડુંઆતને એક નોટીસ આપે છે.

જો મકાનમાલિક તમને હેરાન કરી રહ્યો હોય, તો તમે રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકો છો.જો મકાનમાલિકે મિલકતનો બળજબરીથી કબજો લેવા જેવો ગુનો કર્યો હોય (IPC ની કલમ 441), તો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો.

જો મકાનમાલિકે તમારી સાથે છેતરપિંડી કરી હોય, તો તમે વળતરની માંગણી માટે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો.જો તમને કાનૂની સલાહની જરૂર હોય, તો તમે વકીલનો સંપર્ક કરી શકો છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
Published On - 10:07 am, Sun, 22 June 25