કેટલીકવાર, ભારતમાં ફરવાના જે બિલ થાય છે તેટલામાં માત્ર રૂ. 10,000 થી રૂ. 20,000 વધુ ખર્ચીને, ભારતીયો વિદેશી સ્થળોની મુલાકાત લઈ લે છે. એમ્બિશન ડેસ્ટિનેશનના એમડી આશિષ પ્રતાપ સિંઘ કહે છે કે, બે લોકો માટે રૂ. 50,000ના બજેટ સાથે ડોમેસ્ટિક ટૂર પેકેજ શોધી રહેલા ઘણા ગ્રાહકો તેમના બજેટમાં રૂ. 10,000-20,000નો વધારો કરીને ઘણીવાર થાઇલેન્ડ, વિયેતનામ અથવા ઇન્ડોનેશિયાની ટ્રિપ પસંદ કરે છે.