
ઘરના પૂજાઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. લવિંગની જોડી પણ આવી પવિત્ર સામગ્રીમાં એક માનવામાં આવે છે. ( Credits: Getty Images )

લવિંગ માત્ર રસોડાના મસાલા તરીકે જ નહીં, પરંતુ આયુર્વેદમાં પણ તેની વિશેષ ઓળખ છે. તેમાં રહેલા ઔષધીય તત્વો આરોગ્ય માટે લાભદાયી છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ તેનો ઉપયોગ પૂજામાં મહત્વનો માનવામાં આવે છે. (Credits: - Canva)

માન્યતા અનુસાર, લવિંગ સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. મંદિરમાં ભક્તિપૂર્વક લવિંગની જોડી રાખવાથી ઘરના વાતાવરણમાં શુભતા અને શાંતિનો સંચાર થતો માનવામાં આવે છે. (Credits: - Canva)

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કુંડળીમાં કેટલીકવાર ગ્રહોની સ્થિતિ નબળી હોય છે, જેને કારણે વ્યક્તિ જીવનમાં અવરોધો, આર્થિક તંગી, સંબંધોમાં તણાવ અથવા કારકિર્દીમાં વિઘ્નોનો સામનો કરે છે. ખાસ કરીને જ્યારે શુક્ર અથવા ગુરુ ગ્રહ પીડિત હોય ત્યારે તેની અસર સ્પષ્ટ દેખાય છે.આવા સમયે, લવિંગને ઉપાયરૂપે મંદિરમાં અર્પણ કરવું લાભદાયી માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર, લવિંગની જોડી મંદિરમાં ભક્તિભાવથી ચઢાવવાથી શુક્ર અને ગુરુ ગ્રહ સંબંધિત દોષો શમવા લાગે છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે. (Credits: - Canva)

લોકવિશ્વાસ મુજબ, લવિંગ ધન, સમૃદ્ધિ અને વૃદ્ધિનું પ્રતિક છે. મંદિરમાં લવિંગની જોડી રાખવાથી ઘરમાં આર્થિક સંચાલન સુધરે છે અને વ્યવસાય તથા નોકરીમાં સફળતાના દરવાજા ખુલતાં હોય છે.

જ્યારે મંદિરમાં લવિંગની જોડી ભક્તિપૂર્વક રાખવામાં આવે છે, ત્યારે તે શનિ, શુક્ર અને મંગળ ગ્રહની કૃપા પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આવા ઉપાયો રાહુ કે કેતુના દોષને પણ શાંત કરવા માટે અસરકારક હોય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )