ફોનનું સ્પીકર ધીમુ થઇ ગયુ ? સર્વિસ સેન્ટર જતાં પહેલાં અજમાવો આ 5 દેશી જુગાડ !

ફોનના સ્પીકરનો અવાજ સમય જતાં ધીમો કે દબાયેલો સંભળાય તો તેનું કારણ સ્પીકર ગ્રિલમાં જમા થયેલી ધૂળ હોઈ શકે છે. ખિસ્સા, બેગ અને ખુલ્લી જગ્યામાં ફોન રાખવાથી તેમાં ધૂળ અને કપડાંના રેસા જમા થાય છે.

| Updated on: Sep 05, 2026 | 11:20 AM
1 / 7
સૌથી પહેલાં ફોનની સ્પીકર ગ્રિલને કોટન સ્વેબથી હળવા હાથે સાફ કરી શકાય છે. સફાઈ કરતી વખતે કોટન સ્વેબને સ્પીકરના છિદ્રોની અંદર જોરથી ન દબાવવો. (Image Source | iStock)

2 / 7
ધૂળ વધુ જામી હોય તો નરમ બ્રિસ્ટલવાળા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરી શકાય છે. બ્રશને હળવા હાથે ફેરવો અને સોય, પિન કે હાર્ડ બ્રશનો ઉપયોગ કરવાનું ટાળો. (Image Source | Shutterstock)

3 / 7
ઘરમાં બલ્બ એર બ્લોઅર અથવા ઓછા દબાણવાળો ડસ્ટ બ્લોઅર હોય તો તેની મદદ લઈ શકાય છે. જોકે, વધારે દબાણવાળી હવા સીધી સ્પીકરની અંદર નાખવી નહીં. (Image Source | Shutterstock)

4 / 7
સ્પીકર સાફ કરવા માટે પાણી, આલ્કોહોલ કે અન્ય કોઈ લિક્વિડ સીધું ન નાખવું જોઈએ. સામાન્ય ધૂળ માટે સૂકા કોટન સ્વેબ, સોફ્ટ બ્રશ અથવા એર બ્લોઅર વધુ યોગ્ય વિકલ્પ છે. (Image Source | Shutterstock)

5 / 7
જો ફોનના સ્પીકરમાં પાણી જતું રહે તો પિન કે કોટન સ્વેબથી અંદરનું પાણી કાઢવાનો પ્રયાસ કરવો નહીં. બહારની ભેજને સૂકા કપડાથી લૂછીને ફોન ઉત્પાદકની ડ્રાયિંગ ગાઈડલાઈનનું પાલન કરો. (Image Source | Shutterstock)

6 / 7
સફાઈ કર્યા પછી પણ સ્પીકરનો અવાજ સામાન્ય ન થાય તો જાતે ફોન ખોલવાનો પ્રયાસ ન કરવો. આવી સ્થિતિમાં નિષ્ણાત અથવા અધિકૃત સર્વિસ સેન્ટરની મદદ લેવી વધુ સુરક્ષિત છે. (Image Source | Shutterstock)

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.