
હવે એક મિક્સર જારમાં પલાળેલી બદામ, પિસ્તા, તરબૂચના બીજ, કાકડીની બીજ, વરિયાળી, મરીમાંથી પાણી કાઢી ઉમેરો. ત્યારબાદ ખસખસને જે પાણીમાં પલાળી છે તેને પાણી સાથે ઉમેર્યા બાદ તેમાં તજનો પાઉડર, જાયફળ પાઉડર ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવી લો.

ગરમ કરવા માટે મુકેલા દૂધમાં થોડી થોડી ઠંડાઈની પેસ્ટ ઉમેરતા જાવ અને સતત હલાવતા જાવ જેથી દૂધમાં ગાંઠા ન પડી જાય. એક ઊભરો આવો એટલે ગેસ બંધ કરી ઠંડાઈને ઠંડી થવા માટે મુકો. ત્યારબાદ તેમાં બરફ ઉમેરીને સર્વ કરી શકો છો.