
હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPV, જે ચીનમાં ચિંતાનું કારણ બન્યો છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, તે સૌપ્રથમ 2001 માં શોધાયું હતું. જો કે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેટલાક સેરોલોજીકલ પુરાવા દર્શાવે છે કે વાયરસ 1958માં પણ જોવા મળ્યો હતો.

HMPV પહેલા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. કોરોનાના પણ ઘણા કેસો વિશ્વમાં નોંધાયા હતા. ત્યારે HMPV કોરાના કરતા અલગ છે પણ તેનો ફેલાવો કોરોનાની જેમ શ્વાસથી ફેલાય છે. કોરોના વિશ્વમાં સૌથી પહેલા ચીનમાં જોવા મળ્યો હતો જે બાદ 2020માં આફ્રિકા , 2021માં ભારત ,ઇન્ડોનેશિયા, ઈરાન અને તુર્કિયેમાં જોવા મળ્યો હતો. આવી રીતે આખા વિશ્વમાં ફેલાયો હતો.

HMPV અનુસાર બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને HMPV વાયરસના ચેપનું સૌથી વધુ જોખમ છે.

HMPV વાયરસ ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે. આ સિવાય આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ફેલાઈ શકે છે. તેની અસર ત્રણથી પાંચ દિવસ સુધી રહે છે. શિયાળા અને વસંત ઋતુમાં આ વાયરસના ચેપનું જોખમ વધારે છે.