
14મી સદીમાં ખીચી ચૌહાણ વંશના શાસકોએ ચાંપાનેર પર પોતાનું શાસન સ્થાપિત કર્યું. તેમને અહીંના કિલ્લાને વધુ મજબૂત બનાવ્યો. (Credits: - Wikipedia)

ચાંપાનેરનો ઈતિહાસમાં સૌથી મહત્ત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે મહમૂદ બેગડાએ 1484માં ચાંપાનેરને જીત્યું. અહીં તેનુ વિશાળ નગર અને ભવ્ય ચંપાનેર-પાવાગઢ નગર બનાવીને તેને પોતાની રાજધાની બનાવી. સુલતાને અહીં મસ્જિદો, મહેલો, બજાર અને પાણી સિસ્ટમ જેવી ભવ્ય રચનાઓ ઉભી કરી. (Credits: - Wikipedia)

1535માં મુઘલ સમ્રાટ હુમાયુએ ચાંપાનેર જીત્યું, પણ ત્યારબાદ આ શહેર તેનું મહત્વ ગુમાવતું ગયું. થોડા સમય પછી ચાંપાનેર ખરાબ હાલતમાં પહોંચી ગયું અને વિસ્મૃતિમાં પડતું ગયું. ( Credits: Getty Images )

પાવાગઢની કાળી માતા મંદિર ચાંપાનેરની નજીક આવેલું આ મંદિર બહુ પવિત્ર માનવામાં આવે છે અને યાત્રાળુઓનું મુખ્ય કેન્દ્ર છે. ( Credits: Getty Images )

2004માં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા મળી. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) ( Credits: Getty Images )